લીલીયા,
લીલીયા મોટા ખાતે લીલીયા પોલીસ પી એસ આઇ એસ આર ગોહિલ ના ઓ એ લીલીયા પોલીસ સ્ટેશનના અલગ અલગ પ્રોહિબિશન ના ગુના નો મુદ્દા માલ લીલીયા કોર્ટ ના હુકમ આધારે પ્રાંત અધિકારી ધારાબેન ભાલારા તથા ડીવાયએસપી જે પી ભંડારી તથા નશાબંધી શાખાના અધિકારીની ઉપસ્થિતિમાં લીલીયા મોટા ખાતે આવેલ જૂની પોલીસ લાઈનના ગ્રાઉન્ડમાં ઇંગલિશ દારૂની બોટલો નંગ 911 કિંમત 251410/-(બે લાખ એકાવન હજાર ચારસો દસ) નો મુદ્દા માલ પર રોલર ફેરવી નાશ કરેલ આ તકે લીલીયા ના સરપંચ જીવન ભાઈ વોરા તેમજ અધિકારી ગણ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહેલ.