લીલીયા પંથકમાં સિંહોને લાવનારી રાજમાતા સિંહણની ચીર વિદાય

અમરેલી,
ગીરના જંગલમાંથી શેત્રુજી નદીના પટમાં છેક લીલીયા સુધી આવી ગયેલી સિંહણની પાછળ એક નર સિંહ પણ આવ્યો હતો અને આ જોડીએ લીલીયા પંથકને 43 જેટલા સિંહની ભેટ આપી હતી અહીં સિંહનો વસવાટ કરાવનાર રાજમાતા તરીકે ઓળખાતી 2007 માં રેડીયો કોલરવાળી પાંચ વર્ષની સિંહણ આજે અંદાજિત 20 વર્ષની વયે વૃધ્ધાવસ્થાને કારણે મૃત્યુ પામતા વન્ય પ્રાણી પ્રેમીઓમાં શોકની લાગણી ફરી વળી છે આ સિંહણનું સામ્રાજ્ય સાવરકુંડલાના રાણી ગામથી લાઠીના લુવારીયા અને અમરેલીના ચાંદગઢ સુધી ચાલતુ હતુ હાલમાં બાબાપુર રહેતા સિંહો પણ આ પરિવારના સભ્યો છે ખારા પાટને ઘર બનાવનાર આ સિંહણ 2008 માં અતિવૃષ્ટિમાં ફસાતા તેનું રેસ્ક્યુ કરી ધારી પુર્વમાં છોડવામાં આવેલ જ્યાંથી તે ગોંડલ શહેરમાં પહોંચી હતી અને દિવાળીને દિવસે વન વિભાગે તેને પકડી ઝુમાં મુકવાનો નિર્ણય કરેલ પણ સ્થાનિક ગ્રામજનો અને વન્ય જીવ પ્રેમીઓએ વન વિભાગને વિનંતી પત્ર લખ્યો હતો કે અમારી સિંહણ અમને પરત આપો તેને ઝુમાં ન મુકો જેથી વન વિભાગે બચાઓ સાથે આ સિંહણને પરત આ વિસ્તારમાં જ મુકી હતી તેમ વન્ય પ્રાણી પ્રેમી શ્રી રાજન જોષીએ જણાવ્યુ હતુ આજે લીલીયા ગારીયાધારની બોર્ડરેથી રેસ્ક્યુ કરી વડાળ ખાતે ખસેડાઇ હતી જ્યાં તેનું મૃત્યુ થયુ હતુ તેમ શેત્રુજી ડીવીઝનના ડીએફઓ ડો. નીશા રાજએ જણાવ્યુ હતુ.