લીલીયા-બગસરામાં 30મી સુધી અર્ધા દિવસના સ્વૈચ્છીક રીતે લોકડાઉનનો નિર્ણય લેતા લોકો

  • કોરોના કરતા ભુખ વધારે ભુંડી હોવાના જ્ઞાન છતા ન છુટકે જિલ્લામાં અનેક જગ્યાએ સ્વૈચ્છીક લોકડાઉન
  • લીલીયામાં સવારના 7 થી 1 સુધી જ દુકાનો ખુલ્લી રહેશે : બગસરામાં સવારના 8 થી બપોરના 3 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે : તકેદારી માટે લોકો દ્વારા સ્વૈચ્છીક રીતે પગલાઓ

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણને કારણે કોરોનાને ફેલાતો અટકાવવા તંત્ર દ્વારા થઇ રહેલા પ્રયાસો વચ્ચે જિલ્લામાં અનેક જગ્યાએ લોકો દ્વારા સ્વૈૈચ્છીક લોકડાઉનના નિર્ણયો લેવાઇ રહયા છે.
લીલીયામાં પણ કોરોનાની સ્થિતી ધ્યાને લઇ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારીઓને અનુરોધ કરાતા તમામ વેપારીઓ દ્વારા 10 એપ્રિલ શનિવારથી તમામ દુકાનો સવારે 7 થી 1 સુધી જ ખુલ્લી રહેશે 1 વાગ્યે તમામ દુકાનો બંધ રહેશે જેની તમામ વેપારીઓએ નોંધ લેવા ચેમ્બર પ્રમુખ અરજણભાઇ ધામતે જણાવ્યુ છે તથા બગસરાના મોટા મુંજીયાસર પંથકમાં કોરોનાને કારણે તા.9-4-21 થી 15-4-21 સુધી સંપુર્ણ બંધ રાખવાનો ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે તેમાં જાહેર સ્થળોએ બેસવા પર પ્રતિબંધ અને ગામ બંધ રાખવામાં નહી આવે તો 5 હજારનો દંડ કરાશે પાન, બિડી, ઠંડી પીણાની દુકાનો બંધ નહી રહે તો 5 હજારનો દંડ તથા માસ્ક પહેર્યા વગરનાને 500 રૂપીયા તથા બે થી વધારે વ્યક્તિઓ ભેગા થશે તો રૂા.500 લેવાશે વેપારીઓ કરીયાણા, શાકભાજી માટે સવારે 7 થી 10 અને દુધની દુકાને સવાર સાંજ બંને ટાઇમ ખુલ્લી રહેશે તેમ સરપંચ અને તલાટી મંત્રી દ્વારા જણાવાયુ છે. બીજી તરફ બગસરામાં કોરોનાના કહેરને કારણે સ્વેચ્છીક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે બગસરામાં તા.9/4થી તા.30/4 સુધી તમામ નાના મોટા વેપારીઓ પોતાની દુકાન સવારના 8થીબપોરના 3 વાગ્યા સુધીજ દુકાનો ખોલી વેપાર કરશે તેમ બગસરામાં વેપારીઓ દ્વારા બોર્ડ મુકી જાહેરાત કરવામાં આવી છે અને તેના માટે એક બેઠક પણ યોજવામાં આવી હતી.