લીલીયા ભરવાડ શેરીમાં કચરાનાં ઢગ જામ્યા : તંત્રની લાપરવાહી

  • રોગચાળો ફેલાય તે પહેલા તત્કાલ સફાઇ કરવા ગ્રામજનોની માંગણી

લીલીયા,

લીલીયાનાં મોટા બસસ્ટેન્ડ પાસે આવ ેલ ભરવાડ શેરીમાં ઘન કચરાનાં ઢગ જામ્યા છે. તંત્રની લાપરવાહીને કારણે છેલ્લા ઘણા દિવસોથી ગ્રામ પંચાયત દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવે છે. આ અંગે તાલુકા પંચાયતમાં પણ રજુઆત કરી છે. ઉકરડાઓને કારણે મચ્છરો સહિત જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધ્યો છે. હાલ તાવના વાયરા છે. વધ્ાુ રો ગચાળો ફાટી નિકળે તે પહેલા સફાઇ કરવા આ વિસ્તારનાન લોકોમાંથી માંગ ઉઠી છે.