લીલીયા શહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

અમરેલી,લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ. એમ.ડી.ગોહિલ ની સુચના મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના ટાઉનબીટ ઇન્ચાર્જ હિરેનભાઇપ્રવિણભાઇ વેગડા તથા પો.કોન્સ. ગૌતમભાઇ વલકુભાઇ ખુમાણ તથા પો.કોન્સ. જીતેન્દ્રભાઇ ગોબરભાઇ ગંગલ નાઓએ ખાનગી બાતમી હકિકત આધારે લીલીયા મોટા, મફતપ્લોટ વિસ્તાર, આણંદભાઇ વીભાભાઇ રાઠોડના ઘર પાસે જાહેર જગ્યામાં ગંજીપતાના પાના પૈસા વડે હારજીતનો જુગાર રમતા છ શખ્સો આણંદભાઇ વીભાભાઇ રાઠોડ, અલ્પેશ ઉર્ફે લાલો ભરતભાઇ ગોહીલ, અમીત ઉર્કે અમલો ભરતભાઇ નવાપરીયા, અભય કીશોરભાઇ પરમાર , કેતનભાઇ આણંદભાઇ રાઠોડ , કીશનભાઇ ભનુભાઇ રૂદાતલા ને રેઇડ દરમ્યાન રોકડા રૂ. 10,420/- તથા મોબાઇલ ફોન નંગ- 03 કિં.રૂ. 15,000/- તથા ગંજીપતાના પાના નંગ- પર કિં.રૂ. 00/00 ગણી કુલ કિં.ર. 25,420/- ના મુદામાલ સાથેઆરોપીઓને પકડી પાડવામા લીલીયા પોલીસ ટીમને સફળતા મળેલ છે .