આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને તાલુકામાં દવા છંટકાવ કરવો જરૂરી : ગંભીરતા નહી દાખવે તો મુશ્કેલી સર્જાશે
લીલીયા,લીલીયા તાલુકા તથા શહેરમાં આ કોરોનાની મહામારીમાં ચોમાસાની રૂતુ ચાલી રહી છે. ત્યારે મચ્છરોનો તેમજ ડાહલા જેવા અનેક જીવાતોથી રોગ થાવાની શકયતાના આધારે. જો આરોગ્ય શાખા દ્વારા શહેરમાં અને તાલુકામાં ડી.ડી.ટી. તેમજ જીવાતો નો નાશ માટે છંટકાવ કરવામાં આવે. તો રોગને નાથી શકાય તાલુકા તેમજ શહેરમાં જયા ત્યા ગંદકી ઉકરડા અને પાણીના ખાબોચીયા થી મચ્છર થવાની શકયતા છે. માટે આ બધ્ોય સર્વે કરીને નાશ કરવાની તાતી જરૂર છે. તો કોરોના જેવી મહામારીથી બચી શકાય અને આરોગ્ય શાખા દ્વારા ડોર ટુ ડોર ચેક કરવાની તાતી જરૂર છે. અત્યારે આશા વર્કરો દ્વારા ટેસ્ટ એવી રીતે થાય છે કે, ઘરે જઇને આટલુ પુછે કે તાવ, ઉધરસ આવે છે. એટલે મતદારો કહે કે નહીં બસ આટલુ જ કરવાનું અને ડેલીએ લખીનાખે આવી રીતે આશાવકરો કામગીરી કરે છે. આરોગ્ય ઓફીસમાં કાગળ ઉપર બધ્ાુ બતાવીદે છે.