લીલીયા સિવીલ હોસ્પિટલની મુલાકાતે સાંસદશ્રી કાછડીયા

  • જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશીક વેકરીયા સહિતે મુલાકાત લઇ સ્થિતી જાણી

લીલીયા,
અમરેલીના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીકભાઇ વેકરીયાએ લીલીયા સિવીલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી સાંસદશ્રી અને તાલુકા ભાજપ પરિવાર સતત લોક સુખાકારી માટે પ્રયત્નશીલ અને ગંભીર રહી લોકોની વચ્ચે જઇને ઘટતી સુવિધા મળે તે માટે પ્રયત્નશીલ હોય ત્યારે સામા પક્ષ કોંગ્રેસના ધારાસભ્ય કે અન્ય કોઇ કોંગ્રેસ આગેવાનોએ લોક સુવિધા માટે કોઇપણ પગલુ લીધુ નથી આ વિસ્તારના બંને જિલ્લા પંચાયત સદસ્યો અવાર નવાર સિવીલ હોસ્પિટલની મુલાકાત લઇ સરકારને યોગ્ય કરવા વિનંતી કરી રહયા છે આગામી દિવસોમાં લીલીયા સિવીલ હોસ્પિટલમાં વધારે ને વધારે સુવિધા મળી રહે તેવી ખાત્રી પણ સાંસદ દ્વારા આપવામાં આવેલી આ તકે જિલ્લા પંચાયત સદસ્ય ભીખાભાઇ, શિક્ષણ ચેરમેન વિપુલ કુમાર દુધાત, તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઇ ડાભી, આંબા સરપંચ જીજ્ઞેશભાઇ સાવજ, દાડમા સરપંચ આનંદભાઇ, હસમુખભાઇ, હપાણી તુષારભાઇ ધોરાજીયા, અરજણભાઇ ધામત સહિત ઉપસ્થિત રહયા હતા તેમ એક યાદીમાં જણાવ્યુ છે.