લુંટના ગુનામાં આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારાઇ

અમરેલી,
વડીયાના દેવગામના જીતુબેન મનસુખભાઇ સાપરા પતિ અને પત્ની તા.8-12-21 ના માચીયાળા લગ્નમાં ગયેલ અને દિકરાની વહુ નયનાબેન ઘરે તાળા મારી બાલમંદિરે સુખડી બનાવવા ગયેલ ફરિયાદી પતિ પત્ની બહારગામથી ઘરે આવતા એક શખ્સ ઘર પાસે ઉભો હતો અને હું ભેસ જોવા આવ્યો છુ જેથી જણાવેલ કે અમારી પાસે માલઢોર નથી તે ભાઇએ કહેલ કે અંદર ચાલો જેથી ઘરમાં મકાનનું બારણુ બંધ કરી કોઇ શખ્સ ખાખાખોળા કરતો હતો અને બારણુ ખખડાવતા દોડીને બહાર નીકળી ભાગવા જતા જીતુબેન પકડવા જતા ગીલોલ વડે છુટો પથ્થર મારતા પડી ગયેલ અને બાઇકમાં ભાગી ગયેલા રૂમમાં તાળા તોડી રૂા.85 હજારના સોનાના દાગીનાઓ અને રૂા.1 હજાર રોકડની લુંટ ચલાવ્યાની વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાબરાના મોટા દેવળીયાના આરોપી કાળુ ઉર્ફે ધીરૂ સુરાભાઇ વાઘેલાને ઝડપી પાડેલ ઉપરોક્ત કેસ અમરેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી પી.પી. મમતાબેન ત્રિવેદીની ધારદાર દલીલોને ધ્યાને લઇ મેજીસ્ટ્રેટ આર.ટી. વચ્છાણીએ આરોપીને જુદી જુદી કલમોમાં 10 વર્ષની સખદ કેદની સજા અને રૂા.30 હજારનો દંડ ફરમાવ્યો હતો. દંડની રકમ ઇજા પામનાર ફરિયાદીને ચુકવવા કોર્ટે હુકમ કર્યો હતો.