લુણીધારમાં ટ્રેકટરે બાઇકને હડફેટે લઇ લેતા ચાલકનું મોત

  • અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક નાસી ગયો 

અમરેલી,
વડિયા તાબાના લુણીધાર ગામે રહેતા યોગેશભાઇ કનુભાઇ હપાણી ઉ.વ. 22 અને પાછળ બેઠેલ રમેશભાઇ અરવિંદભાઇ ચાવડા બાઇક લઇને જતાં હતા. ત્યારે ટ્રેકટર નં. એમ.પી. 69 એ. 0592 ના ચલકે ઉપર ઝડપે અને બેફીકરાઇથી ટ્રેકટર ચલાવીને બાઇક સાથે અથડાવી બાઇક ચાલક યોગેશભાઇ કનુભાઇ હપાણીનું ઘટના સ્થળે મોત નિપજાવી બાઇક પાછળ બેઠેલા રમેશભાઇ ચાવડાને ઇજા કરી અકસ્માત સર્જી ટ્રેકટર ચાલક નાશી ગયાની જગદીશભાઇ હપાણીએ વડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.