લુવારાનાં અશોક બોરીચાને કોર્ટમાં રજુ કરાતા એક દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા

  • એક દિવસનાં રિમાન્ડ મંજુર થતાં પોલીસ દ્વારા હથિયારો સહિતની ઉંડાણ પુર્વકની તપાસ કરાશે 

અમરેલી, અમરેલી જિલ્લાના લીસ્ટેડ હિસ્ટ્રીશીટર અને બુટલેગર તથા ખુનના બે ગુના, ખુનની કોશીષના બે ગુના, મારામારી, હથીયારધારા, ગુજસીટોક, ધાર્મિક લાગણી દુભાવવાના, બળજબરીથી મિલ્કત કઢાવવાના એક એક અને કોર્ટના જાહેરનામા ભંગના બે ગુનાઓ તથા દારૂના 16 મળી 32 ગુનાઓમાં સંડોવાયેલ લુવારાના અશોક જયતાભાઇ બોરીચાને અમરેલી પોલીસે પકડી પાડી આજે કોર્ટમાં રજુ કરી હત્યાના પ્રયાસના ગુનામાં એક દિવસના રિમાન્ડ ઉપર લીધો છે.અશોકને કોર્ટમાં રજુ કરી તપાસનિશ અધિકારી શ્રી કે.સી. રાઠવાએ તથા સરકારી વકીલશ્રી સાવરકુંડલાએ વિદેશી બનાવટની પીસ્તોલ સહિતના શસ્ત્રો કોની પાસેથી મેળવ્યા છે અને તેનો ઉપયોગ બીજા કોઇ ગુનામાં થયો છે કે કેમ ? હથીયાર રાખવા પાછળનો હેતુ શું છે તેવા મુદાઓની તપાસ માટે પોલીસ રિમાન્ડ મળવા ધારદાર રજુઆતો કરી હતી.પ્રજાસતાક દિનના દિવસે અમરેલી એલસીબી, એસઓજી તથા સાવરકુંડલા રૂરલ પોલીસ ટીમ દ્વારા લુવારા ગામેથી ગુજસીટોક સહિત કુલ 18 ગુનામાં નાસતા ફરતા આરોપી અશોક જયતા બોરીચાને હથીયારો અને કાર્ટીસ સાથે પકડી પાડેલ આ ઓપરેશન દરમિયાન અશોક જયતા બોરીચાએ પોતાની ધરપકડથી બચવા રેઇડમાં ગયેલા પોલીસની ટીમો ઉપર વિદેશી બનાવટની પીસ્ટલમાંથી બે રાઉન્ડ ફાયર કરેલ હતા. અને પોલીસને જાનથી મારી નાખવાની કોશીષ કરેલ હતી પોલીસ દ્વારા પણ સ્વબચાવ માટે ફાયર કરવામાં આવેલ અને જીવના જોખમે આરોપીને પકડી અશોક પાસેથી એક પીસ્ટલ, એક રિવોલ્વર, બે તમંચા, રીવોલ્વરના 44 કાર્ટીસ, તમંચાના 16 કાર્ટીસ, મોબાઇલ, ફોર્ચ્યુનર કાર કબ્જે કરાયા હતા અને તેમના વિરૂધ્ધ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી બનાવની તપાસ પીઆઇ કે.સી. રાઠવા સાવરકુંડલા ટાઉન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ. આરોપીને સાવરકુંડલા ટાઉન પી.આઇ. કે.સી. રાઠવા તથા સરકારી વકીલ સાવરકુંડલા દ્વારા કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માટે ધારદાર રજુઆત કરતા કોર્ટે આરોપીને એક દિવસના રિમાન્ડ મંજુર કરેલ છે અને હથીયારો બાબતે વિશેષ તપાસ કરવામાં આવશે.