લુવારાના બુટલેગરને પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલાયો

અમરેલી,ભાવનગર રેન્જ આઈ.જી. શ્રી ગોૈતમ પરમાર દ્રારા રેન્જના જિલ્લાઓમાં આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી 2022 અનુસંધાને જાણીતા ગુનેગાર અને અસામાજીક તત્વો તથા ગેરકાયદેસર દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલ શખ્સો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેતા સુચના આપેલ હોય, અને અમરેલી પોલિસ અધિક્ષક શ્રી હિમકરસિંહ એ આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી 2022 અનુસંધાને અમરેલી જિલ્લામાં દારૂનું ગેરકાયદેસર વેચાણ, હેર-ફેર, ઉત્પાદન અને સંગ્રહની ગેરકાયદે પ્રવૃતિ કરતાં દારૂના ધંધાર્થીઓશખ્સ સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બને, અને વિધાનસભા સામાન્ય ચુંટણી 202ર દરમ્યાન તટસ્થ અને નિભર્ય પણે મતદાન થઈ શકે તે માટે પાસા -તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયયે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ના. પ્રો. ઈન્સ. શ્રી જે. એન. પરમારએ પ્રોહીબીશનની પ્રવૃતિ કરતા શખ્સ શાંતીભાઈ વિક્રમભાઈ બોરીચા, ઉ.વ. 35, રહે. લુવારા, તા. સાવરકુંડલા, જિ. અમરેલી વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલિસ અધિક્ષક શ્રી અમરેલી મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી, અમરેલીના ઓ તરફ મોકલ.
આવા દારૂના ધંધાર્થી શખ્સ ની સમાજ – વિરોધી પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ગોૈરાંગ મકવાણાનાઓએ દારૂનો ગેરકાયદેસર ધંધો કરનાર ઈસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ કરતાં, અમરેલી પોલિસ અધિક્ષક શ્રી હિમકરસિંહ ના ઓની સુચના મુજબ અમરેલી એલ. સી. બી. પોલિસ ઈન્સ. શ્રી એ. એમ.પટેલ તથા એલ.સી.બી.ટીમ દ્રારા શાંતિભાઈ વિક્રમભાઈ બોરીયાને પાસા વોરંટની બજવણી,કરી, વડોદરા મધ્યસ્થ જેલ ખાતે અટકાયતામાં રહેવા મોકલી આપેલ છે.