લુવારામાં એકત્ર થયેલ કાઠી ક્ષત્રીય સમાજને આચારસંહિતાનું પાલન કરવા એસપીએ અપીલ કરી

  • ન હેલ્મેટ, ન હથીયાર : બપોરથી સાંજ સુધી એસપીશ્રી નિર્લિપ્ત રાયએ લુવારામાં કેમ્પ કર્યો
  • જિલ્લાભરમાંથી અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અમરેલી, લુવારામાં એકત્ર થયેલ કાઠી ક્ષત્રીય સમાજને આચારસંહિતા અને કાયદાનું પાલન કરવા એસપીશ્રી નિર્લિપ્ત રાયએ ગામના રોડ ઉપર આવી અને અપીલ કરી હતી જિલ્લાભરમાંથી અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને એસપીશ્રી નિર્લિપ્ત રાયએ ટોળાની વચ્ચે જવામાં ન હેલ્મેટ, ન હથીયાર સાથે જઇ અને સંયમથી વર્તી તેમને અપીલ કરી હતી તથા બપોરથી સાંજ સુધી લુવારામાં કેમ્પ કર્યો હતો.
ગમે તેવા જોખમો વચ્ચે હિંમતભેર જવાની શ્રી નિર્લિપ્ત રાયની આદત અહીં પણ જોવા મળી હતી તે લુવારામાં એકત્ર થયેલા લોકોના સમુહ વચ્ચે પણ બે જગ્યાએ ગયા હતા.