લેઉવા પટેલ સમાજ અમેરીકા દ્વારા વેબીનાર યોજાયો

  • જોય એકેડમી દ્વારા લોકડાઉનમાં રસોડાનાં રહસ્યો જાણી વજન નિયંત્રણમાં રાખીએ અંતર્ગત વેબીનાર

અમરેલી,લેઉવા પટેલ સમાજ અમેરીકા અને જોય એકેડમી અમેરીકા દ્વારા 1 નવેમ્બરનાં રોજ લોકડાઉનમાં રસોડાનાં રહસ્યો જાણી વજન નિયંત્રણમાં રાખીએ વિષય અંતર્ગત વેબીનાર યોજાયો હતો. જેમાન ડાયટીસ્યન અને માનસ શાસ્ત્રી રાજશ્રી વોરા અને મોડરેટર ટીવી બ્રોડ કાસ્ટર નલીની રાજાએ બેસબુક, યુટ્યુબનાં માધ્યમથી લાઇવ માર્ગદર્શન આપ્યું હતું. આ વેબીનારનું સમગ્ર આયોજન લેઉવા પટેલ સમાજ અમેરીકાનાં પ્રમુખ નયનાબેન (નેન્સી પટેલ) અને જોય એકેડમી અમેરીકાનાં દર્શન કણસાગરાએ કર્યુ હતું.