લેન્ડગ્રેબીંગના ગુનામાં પોલીસે 14 આરોપીઓની ધરપકડ કરી

  • જેશીંગપરાના 21 માંથી 14 આરોપીઓ પોલીસના હાથમાં
  • બાકી રહેતા આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરાઇ

અમરેલી, અમરેલીના જેશીંગપરાના 21 દુકાનદારો સામે થયેલી લેન્ડગ્રેબીંગ એક્ટની પોલીસ ફરિયાદ બાદ પોલીસે સબ્બીરભાઇ જૈનુદીનભાઇ ત્રવાડી રે. વાણીયા વોરા શેરી, ટાવર પાસે, ધીરૂભાઇ માધાભાઇ રાઠોડ રે. જેશીંગપરા શેરી નં.2, પાર્થ હિંમતલાલ ભાડ જેશીંગપરા પટેલ કોલોની, સન્ની દિનેશભાઇ સાવલીયા ઓમનગર – 2 જેશીંગપરા, પ્રતાપભાઇ મોહનભાઇ સાવલીયા રે. ઓમનગર – 2 જેશીંગપરા, ભરતભાઇ શિવશંકરભાઇ પંડયા રે. પટેલ કોલોની શેરી નં.2 જેશીંગપરા, સુરેશભાઇ શિવશંકરભાઇ પંડયા રે. પટેલ કોલોની જેશીંગપરા, સંજયભાઇ રમણીકભાઇ રફાળીયા રે. રામપરા શેરી નં.3 જેશીંગપરા, ઘનશ્યામભાઇ રવજીભાઇ કાછડીયા જેશીંગપરા શેરી નં.4, પ્રવિણભાઇ બાબુભાઇ માંગરોળીયા રે. જેશીંગપરા શેરી નં.3, બચુભાઇ ભગવાનભાઇ ભટ્ટી રે. રંગપુર રોડ, શેરી નં.3 મફતીયાપરા, ધીરૂભાઇ રવજીભાઇ પટોળીયા જેશીંગપરા શેરી નં.1, મધુભાઇ શંભુભાઇ સુખડીયા રે. જેશીંગપરા શેરી નં.3, કેશુભાઇ જેરામભાઇ બુટાણી રે. રામપરા શેરી નં.3, કુંકાવાવ રોડની ધરપકડ કરી છે.