લેન્ડ ગ્રેબિગ કેસનાં 14 આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી

અમરેલી,
અમરેલીના જેસીંગપરા વિસ્તારના બહુચર્ચિત કેબિન પ્રકરણમાં પોલીસના હાથમાં પકડાયેલા 21 પૈકીના 14 દુકાનદારોએ આજે અમરેલીની સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે.
છેલ્લા ઘણા વર્ષોથી શહેરના જેસીંગપરા વિસ્તારમાં પીડબલ્યુડી ની હદ માં કાચી કેબીનો ધરાવતા કેબિન ધારકોએ નવા બનેલા પુલ ની અડચણ હટાવવા અને જેસીંગપરા ના શિવાજી ચોક ની શોભા વધે તે માટે પોતાની દુકાનો કેબીનો નગરપાલિકાની સમજાવટથી અને હાઇકોર્ટના કેબિન ધારકો પ્રત્યે સહાનુભૂતિ વિચારવાના અપાયેલા અપાયેલા ચુકાદા હુકમ પછી નગરપાલિકા યોગ્ય કરશે તેવી આશાએ હટાવી લીધી હતી વળી ખુદ રેવન્યુ તંત્ર દ્વારા સરકારમાં આ જગ્યા દુકાનદારોને ફાળવવા માટે દરખાસ્ત કરાઈ હતી તેથી તેમની કેબીનની પાછળ ની જગ્યાએ કેબીનો ની જગ્યાએ દુકાનો ઉભી કરી દીધી હતી પણ તેમના કમનસીબે આ જગ્યા પીડબલ્યુડી ને બદલે શ્રી સરકાર શ્રી ના ખાતા નીકળી હતી અને સરકારમાંથી ને દરખાસ્ત નામંજૂર થઈ હતી જેથી સરકારી જમીન ઉપર દુકાનો ઊભી કરવાનો નવા કાયદા પ્રમાણેનો ગુનો દાખલ થયો હતો જેના કારણે દુકાનદારો તથા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ કારોબારીના ચેરમેન સહિતના લોકો ની સામે કાનૂની કાર્યવાહી શરૂ થઇ છે ત્યારે એક દિવસની રિમાન્ડ ઉપર રહેલા 21 પૈકીના 14 દુકાનદારોએ પોલીસના એક દિવસના રિમાન્ડ પૂર્ણ કરી જેલમાં તે જમીનની અરજી અમરેલીની સેશન્સ કોર્ટમાં કરી છે સરકારના આ નવા કાયદામાં જો આ 21 દુકાનદારો પૈકીના ઝડપાયેલા 14 દુકાનદારોએ જામીન અરજી કરી છે અમરેલી ની કોર્ટમાં તેને જામીન ન મળે તો તેની પાસે હાઈ કોર્ટમાં જવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.