લૉકડાઉન બાદૃ પહેલીવાર મેદૃાન પર ઉતર્યો રોહિત શર્મા, શેર કર્યો અનુભવ

નવી દિૃલ્હી,
ભારતીય ક્રિકેટ ટીમનો લિમિટેડ ઑવરનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા લોકડાઉન બાદૃ પહેલીવાર મેદૃાન પર ઉતર્યો છે. રોહિતે કોરોના વાયરસ મહામારીનાં કારણે ચાલી રહેલા લોકડાઉન બાદૃ પહેલીવાર આઉટડૉર ટ્રેિંનગ કરી. રોહિતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કહૃાું કે, ‘પાર્કમાં પુન:આગમન કરવું સારું રહૃાું. કેટલીક ટ્રેિંનગ કરી, ઘણા લાંબા સમય બાદૃ ખુદૃને મહેસૂસ કર્યો. રોહિતે અંતિમવાર આંતરરાષ્ટ્રિય ક્રેકિટ મેચ ન્યૂઝીલેન્ડમાં ટી-૨૦ સીરીઝ દૃરમિયાન રમી હતી અને પછી હેમર્િંસ્ટ્રગમાં ઇજાનાં કારણ ટીમથી બહાર થયો હતો. ઑપિંનગ બેટ્સમેન રોહિતે હાલમાં જ આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં ૧૩ વર્ષ પૂર્ણ કર્યા છે. તેને ૨૩ જૂન, ૨૦૦૭નાં આયરલેન્ડની વિરુદ્ધ બેલફાસ્ટમાં રમાયેલી વનડે મેચમાં પહેલીવાર પ્લેઇંગ ઇલેવનમાં શામેલ કર્યો હતો. રોહિતે કહૃાું કે, ‘મહાનત્તમ ૧૩ વર્ષ અને સફર ચાલી રહી છે. ક્યારેય નહોતુ વિચાર્યું કે બોરીવલીનો આ છોકરો અહીં સુધી પહોંચશે. હું મારું સપનું જીવી રહૃાો છું. લૉકડાઉન દૃરમિયાન રોહિત શર્મા સોશિયલ મીડિયા પર ઘણો જ એક્ટિવ થઇ ગયો હતો. તે પોતાની ટીમ અને વિદૃેશનાં ખેલાડીઓની સાથે ઇન્સ્ટાગ્રામ ચેટ પર નજર આવ્યો હતો.