લૉન સંબંધી સમીક્ષા માટે નાણાંપ્રધાન ગુરૂવારે બેન્કના વડા સાથે બેઠક યોજશે

કોવિડ-૧૯ને લીધે બૅક્ધ લૉન પર વધેલા ભારણના ઉપાય માટે એક વખતનો ઉપાય જાહેર કરવા અગાઉ નાણાં પ્રધાન નિર્મલા સીતારામન બૅક્ધરો અને નોન-બૅિંક્ધગ નાણાકીય સંસ્થા (એનબીએફસી)ઓના વડા સાથે ૩ સપ્ટેમ્બરે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરશે.
નાણાં મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું હતું કે આ બેઠકમાં વ્યવસાયો પોતાનો ધંધો કરી શકે અને વ્યક્તિઓ પોતાનું ઘર ચલાવી શકે એ વિશેના મુદ્દે માળખું બનાવવા માટે સમીક્ષા કરવામાં આવશે તથા બૅક્ધની નીતિ ઘડવા માટે જરૂરી પગલાં અને ઋણ લેનારની ઓળખ વગેરે મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ મહિનાની શરૂઆતમાં રિઝર્વ બૅક્ધે કોર્પોરેટ અને રિટેઇલ લૉનને એક વખત રિસ્ટ્રક્ચર કરવાની પરવાનગી આપી હતી. બૅક્ધો બૉર્ડ દ્વારા મંજૂર કરાયેલ રિસ્ટ્રક્ચર માળખા મેળવવાની અને રિઝર્વ બૅક્ધની માર્ગદર્શિકા પ્રમાણે એને માટેની લાયકાત નક્કી કરવાની પ્રક્રિયા કરી રહી છે.