લૉયડ ઑસ્ટિન બન્યા અમેરિકાના પહેલા અશ્વેત સંરક્ષણ મંત્રી બન્યા

જનરલ લૉઇડ જે ઑસ્ટિનને અમેરિકન સંરક્ષણ મુખ્યાલય પેન્ટાગોનના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ઑસ્ટિન દેશના પ્રથમ અશ્ર્વેત સંરક્ષણમંત્રી બનશે. જનરલ ઑસ્ટિન બાઈડનના દિવંગત પુત્ર કેપ્ટન બીયુ બાઈડનની સાથે ઈરાકમાં પણ કામ કરી ચૂક્યા છે. કેપ્ટન બીયુનું નિધન ૪૬ વર્ષની વયમાં બ્રેન કેન્સરને કારણે થયું હતું. રાષ્ટ્રપતિ જો બાઈડનની કેબિનેટમાં ઓસ્ટિનની આ બીજી નિયુક્તિ છે. સેનેટે ૯૩-૨ વોટથી તેમના નામને સમર્થન આપ્યું છે. એક દિવસ અગાઉ અવરીલ હેન્સને રાષ્ટ્રીય ગુપ્ચચર વિભાગના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

જનરલ લૉઇડ જે ઑસ્ટિનને સેનામાં ૪૧ વર્ષનો લાંબો અનુભવ છે. પોતાની કરિયરમાં તેઓ સેનાના મોટાં પદૃો પર સેવાઓ આપી ચૂક્યા છે. તેઓ ૨૦૧૬માં રિટાયર થયા હતા. ૨૦૧૦થી ૨૦૧૬ સુધી ઈરાકમાં અમેરિકન સેનાના કમાન્ડર પણ રહૃાા.

જનરલ ઑસ્ટિન અમેરિકામાં ચાલતા તમામ વંશીય ભેદભાવ વચ્ચે દેશના સંરક્ષણમંત્રીના હોદ્દા પર પહોંચનારા પ્રથમ અશ્ર્વેત છે. ઑસ્ટિન અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના પ્રમુખ પણ હતા. હવે તેઓ પેન્ટાગોન સ્થિત અમેરિકન સંરક્ષણ મુખ્યાલયનું નેતૃત્વ કરશે.