લોકડાઉનથી બેકાર બનેલા બે યુવાનો ચોરીના રસ્તે ચડ્યા, અટકાયત

કોરોના વાયરસને કારણે બેકાર બનેલા યુવાનો ચોરીના રવાડે ચઢ્યા હતા ત્યારે ચોરી કરતા આવા બે ઈસમોને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી લીધી છે. સુરતના પરવત પાટીયા સીટી પેલેસ કો.ઓ.સોસાયટીમાં અઠવાડીયા અગાઉ કાપડ વેપારી શ્યામસુંદર ઘીસાલાલ કાબરાના ઘરમાંથી રૂ.૧.૮૪ લાખની મત્તાની ચોરી કરી ફરાર થયેલા બે નેપાળી યુવાનને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે.
કોરોના મહામારી વચ્ચે ચાલેલા લૉકડાઉન વચ્ચે બેકાર બનેલા યુવાનો પોતાના પરિવાર ગુજરાન ચાલવું મુશ્કેલ બનતા ગુનાના માર્ગે ચાલી નીકળતા હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. સુરતના પુણા અર્ચના સ્કૂલથી આઈમાતા રોડ ડી.આર.વર્લ્ડ મોલ સામેના રોડ ઉપરથી ચોરીની કારમાં જતા ક્રિષ્ણા રમેશ બહાદૃુર પરીયાર અને મંગલ રમેશ સુનાર ને ઝડપી પાડી તેમની પાસેથી કાર, ચાંદીના દાગીના, ટેબ્લેટ, કાપડ, કારની ચાવી અને આર.સી.બુક તેમજ ચોરી કરતા પહેલા બદલેલા સ્પોર્ટ્સ શૂઝ કબ્જે કર્યા હતા.
એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતા બંને પૈકી ક્રિષ્ણા બે વર્ષ અગાઉ વરાછામાં ચોરીના બે ગુનામાં ઝડપાયો હતો અને તેની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં મોકલાયો હતો. તે ગત ઓક્ટોબર ૨૦૧૯માં જ છૂટયો હતો. જયારે મંગલ ત્રણ વર્ષ અગાઉ વરાછામાં જ ધાડની તૈયારી કરતા ઝડપાયો હતો. લોકડાઉનને લીધે ક્રિષ્ણા પાસે ઘરખર્ચ માટે પૈસા ન હોય તેણે મિત્ર મંગલ સાથે મળી આ ચોરી કરી હતી. ચોરી દરમિયાન મંગલ બહાર વોચમાં ઉભો રહૃાો હતો જયારે ક્રિષ્ણા ચોરી કરવા ગયો હતો.