લોકડાઉનમાં પણ અનુષ્કા અને વિરાટે એડ કરીને કમાણી રાખી યથાવત

હાલમાં એક એવો સમય છે કે જ્યાં કોરોના મહામારીએ લોકોને કંગાળ કરી દીધા અને બીજી તરફ લોકો પાસે કોઈ કામ પણ નથી. ઘણાને તો ખાવાના પણ ફાંફાં પડી રહૃાા છે. પરંતુ હાલમાં એક એવો ખુલાસો થયો કે જે સાંભળીને સૌ કોઈ ચોંકી જશે. કોરોના મહામારી દરમિયાન લોકડાઉનના સમયમાં પણ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ એડ કરીને ધૂમ મચાવી દીધી. બન્નેએ કુલ ૧૬ બ્રાન્ડ સાથે ૨૬ ટકા એડવર્ટાઇઝમેન્ટ તે જ કવર કરે છે.
જો કે છેલ્લા ચાર મહિનાથી ટીવી પર જાહેરાતોની માત્રામાં પણ ઘટાડો થતો જોવા મળ્યો છે. એપ્રિલથી જુન ૨૦૨૦ સુધી સેલિબ્રિટી-એન્ડોર્સમેન્ટ દ્વારા કરેલી જાહેરાતની માત્રામાં લગભગ ૩૯ ટકા જેટલી ઓછી થઇ છે. જો કે આ રેશિયો જાન્યુઆરી માર્ચ ૨૦૨૦ની સરખામણીમાં વધુ છે. વિરાટ કોહલી એક માત્ર એવી સેલિબ્રિટી છે જે,
દરેક ટીવી ટેનલો પર ૧૦ કલાક જાહેરાતમાં જોવા મળે છે. આ પછી અક્ષય કુમાર ૯ કલાક અને કરીના કપૂર ૮ કલાક સાથે શામેલ છે. કુલ મળીને અનુષ્કા અને વિરાટ કોહલી આ યાદીમાં સોથી ટોપ પર છે. તેઓ પોતાની કિટીમાં ૧૬ બ્રાન્ડસ સાથે ૨૬ ટકા જાહેરાત શેર કરે છે. તેથી જ આ કપલને પાવર કપલ તરીકે ઓળખવામાં આવે છે. લોકડાઉનમાં પૈસા બનાવામાં વિરુષ્કાનો કોઇ તોડ નથી.