લોકડાઉન અને કોરોનાના ફફડાટ વચ્ચે રાજુલામાં રેકોડબ્રેક 489 લગ્નો યોજાયા

  • સોશ્યલ ડિસ્ટન્સ માસ્ક સાથે લગ્નો સંપન્ન

રાજુલા, હાલમાં કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે લગ્ન માટે 100 વ્યક્તિઓ ની મંજૂરી છે ત્યારે રાજુલા જાફરબાદના 10 તારીખ સુધીમાં રેકોર્ડબ્રેક લગ્નો નોંધાયા હતા અને તંત્ર દ્વારા ચુસ્ત તકેદારી રખાઈ હતીઆ બાબતે નાયબ મામલતદાર રાહુલભાઈ ચૌહાણ દ્વારા જણાવાયું હતું કે અમને 24 નવેમ્બર થી આ મંજૂરી આપવાની સૂચના અપાઈ હતી ત્યારથી 10 તારીખ સુધીમાં મામલતદાર વિભાગમાંથી 262 જ્યારે પ્રાંત વિભાગમાં અંદાજીત 250 એમ માલી કુલ 489 જેટલી લગ્નની મંજરી અપાઈ હતી સરકારી ચોપડે જ રેકોર્ડબ્રેક લગ્નો નોંધાયા હતા આ બાબતે લગ્ન નું આયોજન કરનાર સાગરભાઈ સરવૈયા એ જણાવ્યું હતું કે આ કોરોનાની મહામારીમાં લગ્ન નું આયોજન અતિ કઠિન પડ્યું હતું ક્યાં અમંત્રીતો બોલાવવા અને કોને નહીં ખાસ કરીને જગ્યા સહિતની બાબતોમાં આયોજકોને પારાવાર મુશ્કેલી હતી તેમ છતાં સોશ્યલ ડિસ્ટન્સ ફરજીયાત માસ્ક થકી આ લગ્નો સંપન્ન થયા હતા આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત તકેદારી રખાઈ હતી