લોકડાઉન દરમિયાન અમરેલી જિલ્લામાં દુધની નદીઓ વહી

અમરેલી,જેમ સરદાર વલ્લભભાઇ પટેલ નર્મદાના પાણીનું વ્યવસ્થાપન અગાઉ સુજી ગયુ હતુ અને તેના કારણે આજે ગુજરાતમાં ઘેર ઘેર નર્મદાના પાણી પહોંચતા થયા છે તે સરદારની દીર્ધદ્રષ્ટિ હતી તે જ પ્રકારે તેમના સુચનથી શ્રી ત્રિભોવન કાકાએ અમુલની સ્થાપના કરી અને આજે આ અમુલરૂપી વટવૃક્ષ વિદેશમાં પણ પ્રસર્યુ છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ શ્રી દિલીપ સંઘાણી અને શ્રી પરષોતમ રૂપાલાએ સ્થાપેલ અમરેલી દુધ સંઘ કોરોનાની કટોકટીમાં જિલ્લાની 10 ટકા વસ્તી માટે આશિર્વાદરૂપ સાબિત થયો છે.અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયાએ એક મુલાકાતમાં જણાવ્યુ હતુ કે લોકડાઉનના કારણે મીઠાઇની બનાવટો અને જાહેર મેળાવડા તથા ચાની કીટલીઓ, હોટલ રેસ્ટોરન્ટો બંધ રહેવાના કારણે દુધની માંગણી ઓછી થઇ છે આવા સમયે સ્વભાવીક જ જેમ શાકભાજી પાણીને પાડ વેચાય છે તેમ દુધની પણ હાલત થાય તેવા સંજોગો હતા તેમાં અમરેલીની અમર ડેરીએ રંગ રાખ્યો છે અમર ડેરી પાસે દૈનિક 1.40 લાખ લીટર દુધ આવતુ હતુ પણ લોકડાઉનમાં બીજી ડેરીઓ બંધ થતા અને બીજી મોટી ડેરીએ ખરીદી એકાત્રા કરતા અમર ડેરી આવા સમયે મુશ્કેલીમાં મુકાયેલા પશુપાલકોની વહારે આવી હતી અને તેમની એ દુધની પણ ખરીદી શરૂ કરતા હાલમાં અમર ડેરી 1.90 લાખ લીટર દુધ ખરીદી રહી છે બીજી તરફ અમર ડેરીમાં અમુલનો પેકેજીંગ પ્લાન હોય ત્યાંથી દૈનિક 1.05 લાખ લીટર દુધની ખપત હતી તેના બદલે તે ખપત ઘટી 85 હજારે પહોંચી ગઇ હતી આવા સમયે અમુલ સાથેનુ જોડાણ અમર ડેરીને કામ લાગ્યું અને 2 લાખ લીટર જેવા દુધની અવિરત ખરીદી કરી અમર ડેરી પોતાના 37 હજાર પશુપાલક સભાસદો ઉપરાંત બીજાને પણ કામમાં લાગી હતી અને ખરા અર્થમાં આશિર્વાદ રૂપ બની હતી