લોકડાઉન વચ્ચે જિલ્લામાં દારૂના વ્યાપક દરોડા : 76 ગુનાઓ નોંધાયા

અમરેલી,અમરેલી જિલ્લામાં એસપીશ્રી નિર્લિપ્ત રાયની સુચનાથી લોકડાઉન વચ્ચે દારૂના વ્યાપક દરોડા શરૂ કરવામાં આવ્યા છે લોકડાઉનની સાથે સાથે પોલીસ તંત્ર દ્વારા અન્ય બાબતે પણ કાળજી લેવાઇ રહી હોવાનુ સામે આવ્યુ છે છેલ્લા 24 કલાકમાં જ દારૂબંધીના ભંગના કુલ 76 ગુનાઓ નોંધાયા છે. જિલ્લાભરમાંથી 38 લોકો પીધ્ોલા પકડાયા છે અને 32 જગ્યાએ દારૂનું વેંચાણ પકડાયું છે તો 5 જગ્યાએ દારૂની ભઠી પકડાઇ છે અને એક જગ્યાએ આથો પકડાયો છે આ 76માં 9 લોકો દારૂપી વાહન ચલાવતા હતા અને દારૂ વેંચવામાં અને ભઠી ચલાવવામાં 18 મહીલાઓનો પણ સમાવેશ થાય છે.