લોકડાઉન : શ્રી પરેશ ધાનાણીનો ઐતિહાસિક ભોજનયજ્ઞ

અમરેલી,(ફીલ્ડ રિર્પોટર)
એમ કહેવાય છે કે,અણધારી આવેલી મુશ્કેલી લોકોને કઇક આપે છે આ વખતે લોકડાઉનની આવેલી મુશ્કેલી અમરેલીને એક લોકનાયકની ભેટ આપી રહયું છે.
અમરેલીમાં સ્થાનિક ધારાસભ્ય અને રાજયના વિપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ ઐતિહાસિક ભોજન યજ્ઞ શરૂ કર્યો છે.
લોકડાઉન જાહેર થયું તે દિવસથી શ્રી પરેશ ધાનાણીએ પોતાના વિસ્તારના લોકોને જમવાની શુ હાલત છે તે જોયું અને ખબર પડી કે રોજે રોજનું કરી ખાનારા બે હજાર જેટલ લોકો ભુખ્યા રહીે તેમ છે આથી તેમણે તાકીદે બે હજાર લોકો માટે રસોઇ બનાવડાવી અને તેમને પહોંચાડી બીજા દિવસે આ બે હજાર માટે રસોઇ કરી મોકલી તો રસોઇ ઘટી આથી ત્રીજા દિવસે વધારે બનાવી એમ રોજે રોજ રસોઇનો વધારો કરાતો રહયો શાક અને ખીચડી બનાવી જે તે વિસ્તારના જાણકાર લોકોને વાહનો સાથે મોકલી ભુખ્યાને જમાડવાનો આ ભોજન યજ્ઞ એવો તો ચાલ્યો કે, આજે નવમી તારીખે એક જ દિવસમાં ત્રીસ હજાર કરતા વધરે લોકોને ભોજન પહોંચાડાયું હતુ.
પહેલા તો સાવ ગરીબ લોકો આ ભોજન લેતા હતા પણ લલીત ઠુમ્મર જેવા કાર્યકર્તાઓ તો ભોજન લઇને જાય ત્યારે તેને ખબર પડે કે આ પરિવાર હાથ લાંબો નહી કરે એવો સ્વમાની છે એટલે તેની પાસે જઇ તેની સાથે લાવેલ ભોજન આરોગવા બેસી તેનો સંકોચ દુર કરે. આ એના માટે કરવામાં આવ્યું કે ભોજન લઇ જતી ટીમને ખબર પડી કે એક ઝુપડપટીમાં રોટલી સાથે પાણી આપી બાળકોનું પેટ ભરતા હતા.
આખાય રસોડાનો કાર્યભાર સંભાળતા શ્રી પરેશ ધાનાણીના લક્ષમણ જેવા નાના ભાઇ શ્રી શરદ ધાનાણી આવા અનેક બનાવો અને રસોઇ તૈયાર કરવામાં આવતી અડચણોમાં થી ઘણુ શિખ્યા અને તેમણે રોજ ત્રીસ હજાર લોકોનું ભોજન તૈયાર કરાવી તેના સુધી પહોંચાડવા માટે માત્ર 240 લોકોની મદદ અને તે પણ માત્ર બે બે કલાક માટેજ અને રોજે રોજ 30 હજાર કરતા વધ્ાુ લોકોને કુંકાવાવના 25 ગામો વડીયાના ગામો અને અમરેલીના ગામડાઓ તથા શહેરી વિસ્તારોમાં બપોરે બાર વાગ્યાથી શરૂ કરી સાંજે સાત વાગ્યા સુધીમાં એકસો સ્વયંસેવકોની ટીમ બે કલાક સુધી શાકભાજી સુધારે અને દોઢ-બે કલાકમાં તેનું કામ કરીે તે રવાના થાય કે તરત જ રસોઇ બનાવવા માટે 20 લોકોની ટીમ આવે અને દોઢથી બે કલાકમાં રસોઇ પુરી કરી ચાલ્યા જાય કે પછી બીજા 20 સ્વયંસેવકો આવે એ વાહનોમાં જમવાનુ ભરી આપે અને એકસો સ્વયંસેવકોની ટીમ ઘેર ઘેર શાક-ખીચડી પહોંચાડે.
આ કામગીરીથી ખુશ અમરેલીના કથીરીયાપરાની સત્સંગ મંડળની બહેનો દર અગિયારસે 10-10 રૂપિયા એકઠા કરે તેનું ભંડોળ કેટલાય સમયે 3 હજાર એકત્ર થયું હતુ તે લઇને પરેશભાઇના રસોડે ગયા અને તે રકમ તેણે તેમા આપી દીધી. આવી અનેક સહાયો અને લોકોનો સાથ પરેશભાઇને મળતો ગયો હતો.
અમરેલી તથા વડીયા અને કુંકાવાવમાં આવા ત્રણ રસોડા ચાલું છે.આમા ઘનશ્યામભાઇ અને કાળુભાઇ રૈયાણી જેવા વેપારીઓ શાકભાજી આપવાનુ યોગદાન આપે તો દર ગુરુવારે બનતી જલારામબાપાની ખીચડીની પ્રસાદીનો સામાન પણ પરેશભાઇના રસોડે પહોંચાડાયો હતો.
વડીયામાં ભીખુભાઇ વોરા અને ધર્મેન્દ્ર પાનસુરીયા તો કુંકાવાવમાં રવજીભાઇ પાનસુરીયા અને નીતીન ગોંડલીયા,જીમીભાઇની ટીમ કામ કરે તો અમરેલીમાં સંદીપ ધાનાાણી, સંદીપ પંડયા, ગજેરાપરા યુવક મંડળ,બાલમુકુંદ કેટરર્સના પ્રવિણભાઇ અને સમસ્ત પરિવાર સહિતના અનેક ગૃપ યોગદાન આપી રહયા છે.અને આ ભોજનનો યજ્ઞ લોકડાઉન સુધી ચાલુ રહેશે.
રોજે રોજ 30 હજાર લોકોનું ભોજન બનાવવું અને અંતરીયાળ વિસ્તારમાં પહોંચાડવુ તેમા અનેક અવરોધો પણ આવતા હોય છે પણ જેની નિષ્ઠા સાચી હોય છે તેને કોઇ અવરોધ નથી રોકી શકતા તે વાત શ્રી પરેશ ધાનાણીએ સાચી પાડી દીધી છે.