લોકડાઉન : શ્રી રોહિત જીવાણીએ 18 માર્ચે જાહેર કરેલી કોરોનાને લગતી સટીક તારીખો સાચી પડી

અમરેલી,અવધ ટાઈમ્સ માં આપની આજ કોલમ દ્વારા પ્રખ્યાત એવા જ્યોતિષ શ્રી રોહિત જીવાણી નોટબંધી થી લઇ ને અનેક સચોટ આગાહી અને ભવિષ્યવાણી માટે જાણીતા છે. બહોળો ચાહકવર્ગ ધરાવતા અને કાર્મિક જ્યોતિષ દ્વારા સચોટ આગાહી કરતા શ્રી રોહિત જીવાણીએ તેમના 17 માર્ચના તેમના યુટ્યુબ વિડિઓ માં અને લેખ માં કોરોના વિષે સટીક જાણકારી આપી હતી. જે તા. 18 માર્ચ ના અવધ ટાઇમ્સમાં પાનાનં. 4 ઉપર 22 માર્ચ ત્યારબાદ 14 એપ્રિલ અને 5 મે એ મહત્વની તારીખો બની રહેશે તેમ જણાવ્યું હતું. તેમણે જયારે વિડિઓ અને લેખ લખ્યા ત્યારે ભારતમાં લોકાડાઉન ની ચર્ચા હતીનહિ ત્યારબાદ ના બંને લોક ડાઉન સાથે આ તારીખો સટીક મળે છે વળી તેમણે અગાઉ જ તેમના લેખ માં જણાવ્યા મુજબ ભારત માં કોરોના ની અસર પ્રમાણ માં ઓછી રહી છે જે રાહત ની વાત છે. જ્યોતિષની ભાષા માં સમજાવતા તેઓ જણાવે છે કે સમગ્ર વિશ્વમાં પરિવર્તન લાવનાર પ્લુટોના મકર રાશિ માં પ્રવેશ અને શનિ ના તેની સાથે હોવાના કારણે સમગ્ર વિશ્વ હાલ એક પરિવર્તન તરફ જઈ રહ્યું છે વળી પ્લુટો ને આપણે યમ કહીએ છીએ તેનો રોલ પ્રકૃતિદત્ત હોય છે પરંતુ ક્રૂર હોય છે અને તે વિશ્વયુદ્ધ કે મહામારી સ્વરૂપે આવે છે અને લાખો લોકો સુધી અસર કર્તા બને છે અને ત્યારબાદ વૈશ્વિક રીતે જીવન જીવવાની પદ્ધતિ માં અનેક ફેરફાર થતા જોવા મળે છે.પ્લુટો ના ભૂતકાળ ના અનુભવની વાત કરીએ તો પ્લેગ, સ્વાઇન ફ્લુ, એશિયન ફ્લુ, એઇડ્સ, ભૂખમરો, પ્રથમ વિશ્વયુદ્ધ વચ્ચે કોઈ એક સામ્યતા હોય તો, તે છે પ્લુટોનું ભ્રમણ..એટલા માટે જ તેને યમ કહેવામાં આવે છે.વળી હાલ શનિ અને મંગળ પણ એની સાથે હોવા થી તેની વિનાશકતા વધુ જોવા મળે છે. જો કે 14 એપ્રિલ થી સૂર્ય મેષ ના થતા રાહત અનુભવાશે અને 4 મે ના મંગળ ના પરિવર્તન બાદ સ્થિતિ ઘણી કાબુ માં આવી જશે તેમ તેઓ જણાવે છે. અવધ ટાઈમ્સ સાથેની ટેલિફોનિક વાતચીત માં તેમણે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા ના જંગલો માં લગાવાયેલી આગ અને ત્યાં ની સરકાર ની ઉદાસીનતા થી લઇ ને ચીન ના સર્વભક્ષી વલણ ના કારણે પ્રકૃતિગત રીતે આ ઘટના બનેલ છે વળી આ વાઇરસ ચીને બનાવેલો છે જેમાં પણ પ્રકૃતિની પ્રેરણા છે જે આપણને ફરી પ્રાકૃતિક જીવન જીવવા માટે પ્રેરણા આપે છે તથા સર્વે જીવ પ્રત્યે દયા રાખવાના ભારતીય સિદ્ધાંતો નું સમર્થન કરે છે. હવે પછી ની સ્થિતિ વિષે તેઓ જણાવે છે કે મંગળના 4 મે ના કુમ્ભ માં પ્રવેશ બાદ પરિસ્થિતિમાં ઘણો સુધારો આવશે અને જૂન ના અંત પહેલા સંપૂર્ણપણે આ સંકટ માં થી મુક્તિ મેળવી શકાશે. આધ્યાત્મિક રીતે રક્ષણ મેળવવા માટે તેઓ દરરોજ મહા મૃત્યુંજય મંત્ર અને દેવી કવચ ના પાઠ કરવાનું સૂચન કરે છે. હાલ ની સ્થિતિ માં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાં ની સરાહના કરતા તેઓ જણાવે છે કે મેડિકલ એડ્વાઇસરી નું પાલન અને એકબીજા થી અંતર રાખી રહેવું અને બને ત્યાં સુધી ઘર માં પરિવાર સાથે રહી આ લડાઈ માં ભાગ લેવો તે જ ઉચિત કદમ છે.