- વડાપ્રધાને ૬૮મી વખત મન-કી-બાત દ્વારા દૃેશવાસીઓને સંબોધ્યા
- આત્મનિર્ભર ભારત માટે સાથે મળીને રમકડા બનાવીએ,આપણા પર્વ ખેડૂતોના પરિશ્રમના કારણે રંગબેરંગી બની જાય છે, કોરોના કાળમાં નાગરિકોમાં પોતાના ફરજો પ્રત્યે સભાનતા છે
- સપ્ટેમ્બર મહિનાને પોષણ મહિના તરીકે મનાવાશે: મોદી
મન કી બાત’ની ૬૮મી આવૃત્તિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોષણની જરૂરિયાત પર વિગતવાર વાત કરી હતી. તેમણે કહૃાું કે સપ્ટેમ્બરને દેશભરમાં ’ન્યૂટ્રિશન મહિનો’ તરીકે ઉજવવામાં આવશે. તેમણે દેશવાસીઓને સ્વદેશી એપ્લિકેશન્સ વિશે વાત કરવતા અપીલ કરી કે તેઓ પણ આવે, કંઈક ઇનોવેટિવ આઇડિયા સાથે કઈંક નવું લાવે અને અમલમાં મૂકે.” તમારા પ્રયત્નો, આજના નાના સ્ટાર્ટ અપ્સ, આવતીકાલે મોટી કંપનીઓમાં ફેરવાશે અને વિશ્ર્વમાં ભારતની ઓળખ બનશે. ’ તેમણે દેશી રમકડાં માટે ’વોકલ’ રહેવાની અપીલ પણ કરી.
વડા પ્રધાન મોદીએ ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીના અનુભવો શેર કર્યા. તેમણે સમજાવ્યું હતું કે “અમે ભારતના બાળકોને નવા રમકડા કેવી રીતે મળે તેના પર મંથન કર્યું. ભારત રમકડાની બનાવટનું એક મોટું કેન્દ્ર કેવી રીતે બને તે અંગે ગહન ચર્ચા-વિચારણા પણ કરી.” વડા પ્રધાને કહૃાું કે ’તમે વિચારો કે જે દેશ પાસે પોતાનો વારસો, પરંપરા, વિવિધતા, યુવા વસ્તીવાળો દેશ હોય ત્યારે શું દુનિયાની રમકડાં બજારમાં તેનો ભાગ આટલો ઓછો હોય તે ચાલે ? શું તમને આ સાંભળવું ગમશે? ના, આ સાંભળ્યા પછી તમને તે પણ ગમશે નહીં. ’ તેમણે કહૃાું, “હવે દરેક વ્યક્તિએ સ્થાનિક રમકડાં માટે વોકલ બનવાનો સમય આવી ગયો છે. ચાલો આપણે આપણા બાળકો માટે કેટલાક નવા પ્રકારનાં સારા રમકડાં બનાવીએ.”
પીએમ મોદીએ ’મન કી બાત’માં એપ ઇનોવેશન ચેલેન્જ વિશે વાત કરી હતી. તેમણે કહૃાું હતું કે ’ઘણી તપાસ બાદ લગભગ બે ડઝન એપ્સને વિવિધ કેટેગરીમાં એવોર્ડ પણ અપાયા છે. એક એપ્લિકેશન છે, કુટુકી કિડ્સ લર્નિંગ એપ. નાના બાળકો માટે આ એક ઇન્ટરેક્ટિવ એપ છે, જેમાં બાળકો વાર્તાઓ અને ગીતો દ્વારા ગણિત અને વિજ્ઞાન વિષયનું ઘણું શીખી શકે છે. તેમાં એક્ટિવિટી પણ છે અને રમતગમત પણ છે.
માઇક્રોબ્લોિંગગ પ્લેટફોર્મ માટે પણ એક એપ્લિકેશન છે. તેનું નામ કૂ છે. જેમાં આપણે ટેક્સ્ટ, વિડિઓ અને ઓડિઓ દ્વારા આપણી મૂળ ભાષામાં વાતચીત કરી શકીએ છીએ. એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરી શકીએ છીએ. છજા સરકાર નામથી એક એપ્લિકેશન છે. જેમાં ચેટ બોટ્સ દ્વારા તમે ક્રિયાપ્રતિક્રિયા કરી શકો છો અને કોઈપણ સરકારી યોજના વિશે યોગ્ય માહિતી મેળવી શકો છો. તે પણ ટેક્સ્ટ, વિડિઓ અને ઓડિયો એમ ત્રણેય રીતોમાં. તે તમને ખૂબ મદદ કરી શકે છે.
એક બીજી એપ્લિકેશન છે. Step Set Go આ એક ફિટનેસ એપ્લિકેશન છે. આ એપ્લિકેશનમાં તમે કેટલું ચાલ્યા અને કેટલી કેલરીઝ બળી છે તેનો હિસાબ આ એપ રાખે છે. અને ફિટ રહેવા માટે પણ પ્રેરિત કરે છે.
’મન કી બાત’ની આ આવૃત્તિમાં પીએમ મોદીએ સુરક્ષા દળોના બે બહાદુર પાત્રોનો પણ ઉલ્લેખ કર્યો છે. જે છે સોફી અને વિડા. બંને ભારતીય સૈન્યના શ્ર્વાન છે. આ સિક્યુરિટી ડોગ્સને ’ચીફ ઓફ આર્મી સ્ટાફ કમેંડેશન કાર્ડ્સ’થી સમ્માનિત કરાયા છે. પીએમ મોદીએ કહૃાું, “મને કહેવામાં આવ્યું કે ભારતીય પ્રજાતિના કૂતરાઓ પણ ખૂબ સારા હોય છે, ખૂબ સક્ષમ છે. ભારતીય પ્રજાતિઓમાં મુધોલ હાઉન્ડ અને હિમાચાલી હાઉન્ડ છે તેઓ ખૂબ સારી પ્રજાતિના છે. તેમજ રાજાપલાયમ, કન્ની, ચિપ્પીપરાઈ અને કોમ્બાઈ પણ ખૂબ જ શાનદાર ભારતીય પ્રજાતિઓ છે. ” તેમણે લોકોને અપીલ કરી, “આગલા વખતે, જ્યારે પણ તમે કૂતરો ઉછેરવાનું વિચારો, ત્યારે તમારે આ ભારતીય જાતિના કૂતરામાંથી એક ઘરે લાવવો જ જોઈએ.”
ન્યૂટ્રિશન મંથ વિશે વાત કરતા પીએમ મોદીએ કહૃાું કે, “રાષ્ટ્ર અને પોષણનો ખૂબ ઊંડો સંબંધ હોય છે. આપણી પાસે એક કહેવત છે -” યથા અન્નમ તથા મન્નમ” એટલે કે જેવું આપણું અન્ન હોય છે તેવો આપણો માનસિક અને બૌદ્ધિક વિકાસ પણ થાય છે. ” તેમણે માહિતી આપી કે ન્યુટ્રિશન મંથ દરમિયાન MyGov portal પર એક ફૂડ એન્ડ ન્યૂટ્રિશન ક્વિઝ પણ આયોજીત કરવામાં આવશે અને સાથે એક મીમ કોમ્પિટિશન પણ યોજાશે. પીએમ મોદીએ કહૃાું કે ’ભારત કૃષિ કોષ’ તૈયાર થઈ રહૃાો છે જેમાં દરેક જિલ્લામાં કયા પાક થાય છે. તેમાં કેટલું પોષણ મૂલ્ય છે તેની સંપૂર્ણ માહિતી મળશે.
વડા પ્રધાનને ’મન કી બાત’ની શરૂઆતમાં “સામાન્ય રીતે આ સમય ઉજવણીનો હોય છે, જુદા જુદા સ્થળોએ મેળાઓ યોજવામાં આવે છે, ધાર્મિક પ્રાર્થનાઓ કરવામાં આવે છે. કોરોનાના આ સંકટમાં લોકોમાં ઉત્તેજના અને ઉત્સાહ જોવા મળે છે. પરંતુ, આપણા બધાના મનને સ્પર્શ કરે તેવી શિસ્ત પણ છે. એક રીતે જોવમાં આવે તો નાગરિકોમાં જવાબદારીની ભાવના છે લોકો પોતાની સંભાળ લેવા સાથે બીજાની પણ સંભાળ લેતા થયા છે અને રોિંજદા કામકાજ કરે છે. તેમણે કહૃાું કે ’ગણેશોત્સવ પણ ઓનલાઇન ઉજવવામાં આવી રહૃાો છે, તો ઘણાબધા સ્થળોએ ઇકો-ફ્રેન્ડલી ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.