લોકસભામાં રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર, આ મુદ્દે તો કહી દૃીધી આવી વાત

નવીદિૃલ્હી,તા.૦૮
લોકસભામાં મંગળવારે રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજના અને રાષ્ટ્રપતિના અભિભાષણ પર કેન્દ્ર સરકારને ઘેરી. રાહુલ ગાંધીએ કહૃાું કે અગ્નિવીર યોજના આરએસએસનો એજન્ડા છે અને રાષ્ટ્રપતિ અભિભાષણમાં મોંઘવારી શબ્દૃનો ઉલ્લેખ નથી. ત્યાં જ રાહુલ ગાંધીના આ નિવેદૃન પર કેન્દ્ર સરકારના મંત્રી રિજિજૂએ પલટવાર કર્યો જેને લઇ થોડા સમય માટે લોકસભામાં બબાલ શરુ થઇ ગઈ. લોકસભામાં મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવાની કોશિશ કરી. એમણે કહૃાું કે, યાત્રા દૃરમિયાન યુવાનોને સવાલ કર્યા તો કોઈ કહે છે હું બેરોજગાર છું, કોઈ કામ નથી કરતો, ઉબર ચલાવું છું. ત્યાં જ જયારે ખેડૂતો સાથે વાત કરી તો ખેડૂતોએ કહૃાું કે અમારી જમીન છીનવી લેવામાં આવે છે, એનો રેટ મળતો નથી. અગ્નિવીર યોજના અંગે રાહુલ ગાંધીએ લોકસભામાં કહૃાું કે અગ્નવીર યોજના આરએસએસ, ગૃહ મંત્રાલય અને અજીત ડોભાલના કહેવા પર લાગુ કરવામાં આવી. રાહુલ ગાંધીએ કહૃાું કે સેનાના નિવૃત્ત વરિષ્ઠ લોકોએ કહૃાું કે આર્મી પર અગ્નિવીર યોજના થોપવામાં આવી છે. આ યોજના આરએસએસ અને ગૃહ મંત્રાલય તરફથી આવી છે. અજીત ડોભાલે આ સ્કીમ સેના પર થોપી છે. અદૃાણી કેસ પર બોલતા રાહુલ ગાંધીએ કહૃાું કે, ’બધા પૂછતા હતા કે આ અદૃાણી શું કરે છે, કોઈપણ બિઝનેસમાં પ્રવેશ કરે તે સફળ થાય છે અને કોઈપણ બિઝનેસમાં ઘુસી જાય છે. જ્યારે પહેલા તે એક-બે જગ્યાએ હતું, હવે તે દૃરેક જગ્યાએ છે. રાષ્ટ્રપતિના સંબોધનનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહૃાું કે રાષ્ટ્રપતિના સંબોધનમાં અગ્નિવીર વિશે એક લીટી પણ બોલાઈ નથી. બેરોજગારી શબ્દૃ નહોતો. મોંઘવારીનો કોઈ શબ્દૃ નહોતો, જે યાત્રામાં સંભળાતો હતો તે રાષ્ટ્રપતિના ભાષણમાં નહોતું.