લોકોના પ્રશ્નો મુદ્દે ધારાસભ્ય પ્રતાપ દૃૂધાત ઉપવાસ પર ઉતર્યા

અમરેલીના લીલીયામાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૃુધાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે. લીલીયામાં ભૂગર્ભ ગટરો ઉભરાતા લોકોની હાલાકીમાં વધારો થયો છે. જેથી લીલીયા ગામના વેપારીઓએ પણ ઉપવાસ આંદોલનને સમર્થન આપી સજ્જડ બંધ પાળ્યો. ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી ગટર ઉભરાવવાની સમસ્યા છે.
આ મામલે તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. જેથી પ્રતાપ દૃૂધાત દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યુ.