લોઠપુરથી હિંડોરણાનો રસ્તો કાગળ ઉપર રીપેર : ખર્ચ 50 લાખ

  • જાફરાબાદ ખાતે સંકલન સમિતિની બેઠકમાં તડાપીટ બોલાવતા શ્રી ચેતન શિયાળ
  • તાલુકા સંકલન સમિતિની બેઠક પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને મળી સંકલન સમિતિની બેઠકમાં લોકોના વિવિધ પ્રશ્ર્નો રજૂ કરવામાં આવ્યા
  • આરોગ્ય સહિતના વિવિધ પ્રશ્ર્નો અને ગામડાઓના સરપંચો દ્વારા રજુ કરાયેલા પ્રશ્ર્નોની પણ સંકલન સમીતીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી

રાજુલા,
જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો સાથે તાલુકા સંકલન સમિતિની બેઠક પ્રાંત અધિકારી ના અધ્યક્ષસ્થાને મળી હતી ટીંબી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ શ્રી ચેતન ભાઈ શિયાળ દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ થયા હતા જે પૈકીના રાજુલા જાફરાબાદ તાલુકામાં સ્ટેટ વિભાગ અને પંચાયત વિભાગમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું બાંધકામ ખાતામાં 20ના સ્ટેમ્પ ઉપર અને જવાબો માંગ્યા હોવા છતાં કોઇપણ જાતનો જવાબ બાંધકામ ખાતાના અધિકારીઓ આપતા નથી તેમજ સંકલન સમિતિમાં બબ્બે વાર બાંધકામ ના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા પણ સંતોષપૂર્વક જવાબ મળતો નથી. બાંધકામ ખાતાના અધિકારીઓને આડે હાથ લીધા હતા અને અધિકારીઓ સંકલનની બેઠકમાં. આવતા નથી રાજુલા જાફરાબાદ વિસ્તારમાં રસ્તા રીપેરીંગ નો કેટલો ખર્ચો થયો છે કેટલા ગામમાં રીપેરીગ કરવામાં આવ્યા છે તે તમામ તે તમામ ઝીણામાં ઝીણી માહિતી લેખિતમાં માંગી હતી મને જાચાી રૈયરુચઅ દ્વારા લોઠપુર થી ચાર રસ્તા હિંડોરણા સુધીનો રસ્તા રીપેરીંગ નો ખર્ચો 50 લાખ ઉપર થયો છે છતાં રસ્તો રીપેરીંગ થયો નથી તે માત્ર કાગળ ઉપર છે તેની ન્યાયી તપાસની સમિતિમાં જોરદાર રજૂઆત શ્રી ચેતનભાઈ શિયાળ દ્વારા કરવામાં આવી હતી તેમજ વિવિધ પ્રશ્નો આરોગ્ય પાલિકા ગ્રામીણ વિસ્તારના સરપંચ ના પ્રશ્નો સહિતને રજૂઆત થઇ હતી આ પ્રસંગે મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી તથા જીવણભાઈ બારીયા તથા ડોક્ટર ગોસ્વામી ચીફ ઓફિસર શ્રી ચારુ બેન મોરી તથા ફિશરીઝ અધિકારીઓ પાણી પુરવઠા અધિકારી પાણી પુરવઠા અધિકારી તાલુકા બ્લોક હેલ્થ અધિકારી ગોસ્વામી તથા પીજીવીસીએલના સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.