લોહાણા વિદ્યાર્થીભવન-અમરેલી માં નિ:શુલ્ક રાશન કીટ વિતરણ

  • કોરોના વોરિયર્સનું સન્માન કરાયું : શ્રી પી.પી.સોજીત્રા,ડો.કાનાબાર,સહિતની ઉપસ્થિીતી
  • લોહાણા સમાજમાં શિક્ષણ શ્રેત્રે પ્રોત્સાહન આપતા

અમરેલી,
અમરેલી સ્થિત સદી પુરાણુ લોહાણા વિદ્યાર્થીભવન અમરેલી લોહાના સમાજની ગૌરવાન્વિત સંસ્થા છે આ સંસ્થાાએ માત્ર એક રૂપિયો પ્રતિ દિવસ એવી નજીવી ફી સાથે સેંકડો વિદ્યાર્થીઓને રહેવા જમવાની ઉતમ સગવડ પુરી પાડેલ છે આધ્ાુનિક યુગના ખર્ચાળ શિક્ષણ વ્યવસ્થામાં પણ રઘુવંશી સમાજના છાત્રોને નિયમિત પણે સ્કોલરશીપ પુરી પાડે છે. હાલની કોરોના મહામારીની પરિસ્થિતીને લીધ્ો લોહાણા સમાજના જરૂરીયાતમંદ પરિવારોની આર્થિક અને પરિવારીક મુશ્કેલીઓ ધ્યાને લઈને આ સંસ્થાએ અમરેલી સ્થિત 140 જેટલા જરૂરીયાતમંદ રઘુવંશી પરિવારોને પસંદકરી25 કિ.ગ્રા ટુકડા ઘઉ 10 કિ.ગ્રા બાસમતી ચોખા અની 5 કિ.ગ્રા ખાંડ જેવી પ્રાથિમક જરૂરીયાતોની રાશનકીટ પુરી પાડેલ છે. આ રાશનકીટ વિતરણ સમારોહ હરિરોડ સ્થિત શ્રી લોહાણા વિદ્યાર્થીભવન અમરેલીના ચોગાનમાં યોજાયો હતો. સંપુર્ણ સોશીયલ ડીસ્ટન્ટ સાથે યોજાયેલ આ સમારંભમાં અમરેલીના નામાકિત ડોકટરશ્રીઓ સર્વશ્રી ડો. ભરતભાઈ કાનાબાર, ડો.વિરેન્દ્ર ધાખડા,ડો. અશોકભાઈ પરમાર તથા ડો. વિજયભાઈ વાળા ઉપસ્થિત રહયા હતા આ ડોકટર મહાનુભાવોની કોરોના વોરીયર્સ તરીકેની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા તેઓશ્રીનું ઉષ્માભર્યુ અભિવાદન કરી સ્મૃતિ ચિન્હો અર્પણ કરવામાં આવ્યા હતા. ડો જિતેન્દ્ર વડેરા (સાવરકુંડલા)નું પણ સન્માન કરવામાં આવેલ અમરેલીના સુવિખ્યાત સમાજસેવીશ્રી પી.પી. સોજીત્રા સાહેબની સામાજીક સેવાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેઓશ્રીને પણ સન્માનીત કર્યા હતા.સંસ્થાના ટ્રસ્ટી ડો ભરતભાઈ કાનાબારે લોહાણા વિદ્યાર્થીભવનની સેવાકીય પ્રવૃતિઓ અંગે માહિતી આપી હતી તેઓએ સન્માનીત ડોશ્રીઓનો પરિચય તેઓની ઉત્કૃષ્ટ કામગીરીની માહિતી આપી હતી. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી પ્રફુલભાઈ બાટવીયાએ સંસ્થાની યશસ્વીના પૂર્વસુત્રધારોની દીર્ધ દ્રષ્ટીને લીધ્ો સંસ્થાની મજબુત આર્થિક સ્થિતતી બાબતે રાજીપો વ્યકત કરતા કહયું કે લોહાણા સમાજ માટે આવા કોરોના કાળના કપરા સમયમાં સંસ્થા મદદ માટે સદેવ તત્પર છે તેવી ખાત્રી આપી હતી. આ તકે સન્માનીય ડો શ્રી વિરેન્દ્ર ધાખડા સાહેબે કોરોનાના લક્ષણઅંગેની અગત્યની માહિતી આપી અને કહયુ કે અફવાઓથી બચજો અને તેઓએ કોરોના સંક્રમણથી બચવાના ઉપાયો પણ જણાવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચલાન સંસ્થાના પૂર્વગૃહપતિ શ્રી પ્રકુલભાઈ ઠાકટે કયુહતુ એમ અખબારી યાદી જણાવે છે.