અમરેલી
બે વર્ષ પહેલા વંડાના જેજાદ ગામે ભાગ આપવાની લાલચ આપી ચાર વર્ષની બાળાને ઉઠાવી જઇ અવાવરૂ મકાનમાં દુષ્કર્મ આચરનાર 32 વર્ષનાં હવસખોરને કોર્ટે અંતિમ શ્ર્વાસ સુધીની સજા ફટકારી છેઆ અંગેની વિગતો એવાપ્રકારની છે કે ગઇ તા.22-7-21 ના રોજ સાવરકુંડલાના વંડા પોલીસ સ્ટેશન હેઠળ આવતા જેજાદ ગામે ચાર વર્ષની માસુમ બાળાને તે જ ગામના હવસખોર 32 વર્ષના જીતુ ઉર્ફે રાહુ રવજી ગોહીલ એ ભાગની લાલચ આપી અવાવરૂ મકાનમાં લઇ જઇ માસુમ બાળા સાથે દુષ્કર્મ કરેલ અને તેની સામે પોલીસ ફરિયાદ આ બનાવમાં અમરેલીના તત્કાલીન એસપી શ્રી નિર્લિપ્ત રાય દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન આ હવસખોરે ગામની અનેક બેન દિકરીઓ ઉપર પણ આવા પ્રયાસો કર્યાનું જણાવ્યુ હતુ પોલીસે ડીએનએ ટેસ્ટ અને સજ્જડ સંયોગીક પુરાવાઓ એકત્ર કર્યા હતા આ કેસ સાવરકુંડલાના સ્પેશ્યલ પોકસો જજ શ્રી ભુમિકાબેન ચંદારાણા સમક્ષ ચાલી જતા અધિક જિલ્લા સરકારી વકીલ શ્રી વિકાસ વડેરાએ સમાજમાં દાખલારૂપ બને તેવી સજા આપવા અને આ આરોપી હવસખોર હોય તે છુટો ફરે તે સમાજ માટે જોખમરૂપ હોવાની દલીલો કરતા કોર્ટે તે દલીલ માન્ય રાખી આરોપી જીતુ ઉર્ફે રાહુને પોકસો એક્ટમાં સેક્શન 3,4,5(એમ) ની સાથે વાંચતા 6(કે) અન્વયે આજીવન કેદ અને 30 હજાર દંડ તથા બાળાને ભાગ આપવાની લાલચ આપી ઉઠાવવાની અપહરણની કલમ 363 માં સાત વર્ષની સજા અને 15 હજાર દંડ મળી કુલ 45 હજારનો દંડ કર્યો હતો જે રકમ ભોગ બનનાર બાળાને ચુકવવા હુકમ કર્યો