વંડાના નાળ ગામે યુવતીનું ઝેરી દવા પી જતાં મોત

  • કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયાનું પોલીસમાં જાહેર

અમરેલી,
વંડાના નાળ ગામે રહેતી વૈશાલીબેન હિંમતભાઇ સાપાવડીયા ઉ.વ. 21 કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નિપજયાનું પિતા હિંમતભાઇ ગગજીભાઇ સાપાવાડીયાએ વંડા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.