વંડા ગામે શ્રી પી.પી.એસ.હાઈસ્કૂલમાં શૌક્ષણિક કાર્ય શરૂ

સાવરકુંડલા,
સાવરકુંડલા તાલુકામાં વંડા ગામે શ્રી વંડા ગ્રામ્ય વિસ્તાર કેળવણી મંડળ સંચાલીત શ્રીપી.પી.એસ.હાઈસ્કૂલ-વંડામાં તા.11/01/2021 થી શૈક્ષણિક કાર્ય શરૂ થયેલ છે. તા.11/01/2021 ના રોજ શરૂ થયેલ શૈક્ષણિક સત્રમા શાળાના આચાર્યશ્રી, સર્વશિક્ષકશ્રીઓ તથા શ્રી મનજીભાઈ તળાવિયા હાજર રહીને બાળકોને આવકાર્યા. આવતા બાળકોએ પોતાની પીવાનાપાણીની બોટલ,ભોજનનું ટીફીન,માસ્ક લઈને આવવું તથા જમવા માટે કોઈએ સાથે બેસવું નહી.આરોગ્યને લગતી કેટલીક સુચનાઓ આપવામાં હતી.આવનારા બાળકોને થર્મલ ગનથી તથા ઓકસીમીટરથી શાળાના શિક્ષકશ્રી દિપકભાઈ ઝડફીયા તથા શ્રી કીર્તિબેન ભટૃ દ્રારા ચેક કરવામાં આવ્યા હતા.શાળાના પટાવાળાશ્રી મયુરભાઈ તથા ભાવનાબેને સેનેટાઈઝ તથા સફાઈ કરી હતી.શાળાના જુનિયર કર્લાકશ્રી જિતુભાઈ તળાવિયાએ મદદ કરી હતી. શાળાના આચાર્યશ્રી ભાણજીભાઈ ખુમાણે દરેક વર્ગમા એસ.ઓ.પી. પ્રમાણે શૈક્ષણિક કાર્ય શરૂ થયેલ છે