વંડા પાસે બે બંદુકો પકડી પાડતા એસઓજીનાં શ્રી મોરી

  • અમરેલી એસઓજી ટીમે પકડી પાડી મુદામાલ કબ્જે લીધો

અમરેલી,
અમરેલી એસઓજીનાં ઇન્ચાર્જ પીએસઆઇશ્રી મહેશ મોરી પોતાની ટીમ સાથે એટીએસને લગતી કામગીરી માટે ફિલ્ડમાં હોય ત્યારે શેલણા ગામની ચોકડીએ થી આશરે અડઘો કી.મી. દુર ઠવી ગામ તરફ જતા રોડ ઉપર દેશી બનાવટી જામગરી બંદુક બે (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે અશ્વિનભાઇ રામજીભાઇ ડાભી, ઉવ.35, ધંધો.મજુરી, રહે.શેલણા, તા.સાવરકુંડલા, જી.અમરેલીને ઝડપી પાડેલ છે.
પકડાયેલ શખ્સનાં કબ્જામાંથી દેશી હાથ બનાવટી જામગરી બંદુક નંગ-2, (અગ્નિશસ્ત્ર હથિયાર) કિ.રૂા.1000/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ શખ્સ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે વંડા પોલીસ સ્ટેશનમાં ખાતે સોંપી આપેલ છે.
એસપીશ્રી નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શનથી એસઓજીને દેશી બંદુકો પકડી પાડવામાં સફળતા મળી હતી.