વંડા પોલીસ મથક વિસ્તારમાંથી જામગરી બંદુક સાથે એક ઝડપાયો

અમરેલી,પી.બી.લક્કડ ઈન્ચાર્જ પો.સબ ઈન્સ.શ્રી એસ.ઓ.જી.અમરેલી તથા એસ.ઓ.જી.ટીમ એ.ટી.એસ. ચાર્ટર લગત વંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, મેકડા ગામની સીમ વિસ્તારમાં ભુરાભાઇ ભરવાડની વાડી/ખેતરની બાજુમાં હનુમાનજીની દેરી પાસે એક ઇસમ પોતાની પાસે ગેરકાયદેસર (અગ્નિશસ્ત્ર હથિયાર) રાખી ઉભો છે. અને તે આજરોજ કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય, જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા દેશી બનાવટી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે નસીમભાઇ હયાતભાઇ મોરી, ઉવ.42, ધંધો.મજુરી, રહે-મેકડા, તા.સાવરકુંડલા, જી. અમરેલીને ઝડપી પાડેલ છે.