અમદૃાવાદૃ,તા.૦૭
અમદૃાવાદૃ-મુંબઈ વંદૃે ભારતને સફળતા મળી રહી છે. આ ટ્રેન મુસાફરોની પહેલી પસંદૃગી બની ગઈ હોય તેવું લાગે છે. કેમ કે ૧ ઓક્ટોબરથી વંદૃે ભારત ટ્રેન શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી એટલે કે ૧૨૯ દિૃવસથી હાઉસફુલ જઈ રહી છે. વધારામાં રોજનું ૨૦૦ લોકોનું પણ વેઈિંટગ હોય છે. વંદૃે ભારત ટ્રેનની પાછળ ઉપડતી શતાબ્દૃી એક્સપ્રેસ પણ સામાન્ય રીતે ફૂલ રહે છે. પરંતુ તેમાં એક અઠવાડિયા પહેલા ટિકીટ બુક કરાવતાં મળી જાય છે. પરંતુ વંદૃે ભારત એક્સપ્રેસમાં સીટ મળવી પણ મુશ્કેલ હોય છે. પશ્ર્વિમ રેલવેએ અમદૃાવાદૃ-મુંબઈ વચ્ચે પેસેન્જરોની સુવિધા માટે લક્ઝુરિયસ શતાબ્દૃી એક્સપ્રેસ ટ્રેન બાદૃ વંદૃે ભારત ટ્રેન શરૂ કરી છે. બંને ટ્રેનના ઉપડવાના સમયમાં માત્ર ૨૦ મિનિટનું અંતર છે. બંને ટ્રેનની દૃોડવાની ક્ષમતા પણ ૧૩૦ કિલોમીટરની છે. તેમ છતાં વંદૃે ભારત અમદૃાવાદૃથી ૫.૪૦ કલાકમાં મુંબઈ પહોંચાડે છે. જ્યારે શતાબ્દૃી એક્સપ્રેસ ૬.૫૫ કલાકનો સમય લે છે. અમદૃાવાદૃ મુંબઈ વચ્ચે હાલમાં ૭૦થી ૧૧૦ કિલોમીટરની ઝડપે ટ્રેન દૃોડી રહી છે. જ્યારે સૌથી વધુ ઝડપ ૧૩૦ કિલોમીટરની વંદૃે ભારત અને શતાબ્દૃી એક્સપ્રેસની છે. ત્યારે આ ટ્રેનની ઝડપ વધારી શકાય તે માટે હાલ સંપૂર્ણ રૂટ પર આવતાં વળાંક ઘટાડવાની સાથે જૂના ટ્રેક બદૃલવામાં આવી રહૃાા છે. જેના પગલે અમદૃાવાદૃ-મુંબઈ વચ્ચે દૃોડતી તમામ ટ્રેનની સ્પીડ ૮૦થી ૧૬૦ કિલોમીટરની કરી દૃેવાશે. જેમાં શતાબ્દૃી એક્સપ્રેસ અને વંદૃેભારત એક્સપ્રેસ મહત્તમ ૧૬૦ કિમની ઝડપે દૃોડશે. જ્યારે બાકીની ટ્રેનો પણ ૧૦૦થી ૧૩૦ કિમીની ઝડપે દૃોડાવી શકાશે.