વક્રી ગ્રહો કાર્મિક  ઋણાનુબંધન દર્શાવે છે

તા. ૧૫.૯.૨૦૨૨ ગુરુવાર, સંવંત ૨૦૭૮ ભાદરવા વદ પાંચમ, ભરણી  નક્ષત્ર, હર્ષણ  યોગ, ગર  કરણ આજે બપોરે ૨.૩૦ સુધી જન્મેલાંની  ચંદ્રરાશિ  મેષ (અ,લ,ઈ)  ત્યારબાદ વૃષભ (બ,વ,ઉ) .

મેષ (અ,લ,ઈ) : અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો.
વૃષભ (બ,વ,ઉ) : મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.
કર્ક (ડ,હ)    : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ,પ્રગતિ થાય.
સિંહ (મ,ટ) : તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,દિવસ એકંદરે સારો રહે.
તુલા (ર,ત) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
વૃશ્ચિક (ન,ય) : મનમાં દ્વિધા રહ્યા કરે,ચોક્કસ નિર્ણય પર ના આવી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): વિવાlહયોગ્ય મિત્રો માટે શુભ સમય,સારી વાત આવી શકે છે.
મકર (ખ,જ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): સામાજિક કૌટુંબિક કાર્ય થાય,પરિવાર સાથે આનંદ માણી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

સ્વિચવર્ડ વિશેના લેખ પછી ઘણા મિત્રો એ વિષે પૂછતાં હોય છે તો જે મિત્રોને સ્વિચવર્ડ આપેલા છે તેઓ તેના સુંદર પરિણામ વિષે સારા ફીડબેક આપી રહ્યા છે.  ધીમે ધીમે ગોચર ગ્રહોમાં વક્રી ગ્રહોનો જમાવડો થઇ રહ્યો છે શનિ,ગુરુ,બુધ, હર્ષલ ,નેપ્ચ્યુન પ્લુટો વક્રી છે વળી રાહુ કેતુ તો સદાય વક્રી ચાલે ચાલતા હોય છે અને તેની અસર શેરબજાર પર પણ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં આ વક્રી ગ્રહો અનેક બાબતોમાં પોતાનો રોલ ભજવી શકે છે. વળી અગાઉ લખ્યા મુજબ આગામી દોઢ માસ જેટલો સમય વધુ અસરદાર બની શકે છે અને અગાઉ લખ્યા મુજબ વૈશ્વિક મંદીની આહટ જોવા મળે વાતાવરણમાં જબરા ફેરફાર જોવા મળે ગ્લોબલ વૉર્મિંગની સમસ્યા વધુ વિકટ બને અને ઉર્જાના પ્રશ્નો જોવા મળે તો બીજી તરફ ઘરઆંગણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે વળી વિદેશનીતિમાં આ સમયમાં ફેરફાર થતા જોવા મળે ગ્રહો વક્રી થવા ટાંકણે જ રશિયાએ પારોઠના પગલાં ભર્યા છે જે સૂચક છે અને ચીન જેવા દેશ જે સતત યુદ્ધના વિચાર કરે છે તેમને શીખ લેવા જેવી છે આ સમય દરમિયાન અનેક દેશની વિદેશનીતિમાં ફેરફાર થશે વળી કેટલાક દેશની ભારત વિરોધી નીતિ પણ બહાર આવતી જોવા મળશે. વક્રી ગ્રહો વધુ બળવાન થઇ પરિણામ આપે છે તેમ શાસ્ત્રો કહે છે વળી મારા વર્ષોના સંશોધનમાં મેં જોયું છે કે જયારે વધુ ગ્રહો વક્રી થાય ત્યારે એક જ કામ રિપીટ કરાવે છે વળી વક્રી ગ્રહો કાર્મિક  ઋણાનુબંધન  દર્શાવે છે માટે જયારે ગ્રહો વક્રી હોય ત્યારે કાર્મિક લેણદેણ વધુ પ્રકાશમાં આવે છે અને ક્યાંક આ લેણદેણ પુરી  થતી જોવા મળે છે જેથી પ્રણયમાર્ગે ચાલનાર વિખુટા પડતા પણ જોવા મળે કે અમુક દંપતી છુટા પડવાના વિચાર કરી શકે.