– કુખ્યાત માસ્ટર માઇન્ડ રાજુ શેખવા ઉપર અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ : અમરેલી પોલીસનું એસીબી સાથે સંયુક્ત ઓપરેશન
– અમદાવાદની હત્યાના કેસમાં 2018 થી ગોંડલ જેલમાં રહેલ રાજુ શેખવા ઉપર એસપીશ્રી નિર્લિપ્ત રાયની કાર્યવાહી એસીબીની મદદ માટે પોલીસની ટીમ બનાવાઇ
– રાજુ શેખવાની સવા કરોડની આવક સામે 93 લાખનીવધુ મિલ્કત હોવાનું શોધી કાઢયું : એસીબી, પોલીસ અને ઇનકમ ટેક્સના બેનામી પ્રોપર્ટી યુનીટ દ્વારા તપાસ શરૂ
અમરેલી,(ક્રાઇમ રિપોર્ટર)
લીલીયા મામલદાર કચેરીના કલાર્ક અને હાલ ફરજ મોકુફ રહેલા તથા રાજકોટ શારદાનગર સોસાયટીમાં રહેતા મુળ સરંભડા ગામના વતની રાજેન્દ્રભાઇ ઉર્ફે રાજુભાઇ જીવકુભાઇ ઉર્ફે જીવાભાઇ શેખવા હાલ જ્યુડીશ્યલ કસ્ટડી ગોંડલ સબ જેલમાં છે 2018 ના અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. 27/2018 આઇપીસી કલમ 302 વિગેરે ગુનો નોંધાયેલ છે આ કેસમાં મરણજનાર ઉપર શરીર ઉપર ફાયરીંગ કરી તીક્ષ્ણ હથીયારથી હુમલો કરી ખુન કરવામાં આવેલ હતુ તે ગુનામાં રાજેન્દ્રભાઇ શેખવા 20-6-18 થી ગોંડલ સબ જેલમાં છે દરમિયાન અપ્રમાણસર મિલ્કત શોધી કાઢવા અંગે લાંચ લુશ્વત વિરોધી બ્યુરો દ્વારા 2018 ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમના સુધારા અંતર્ગત મિલ્કતો બાબતે અનેક બેનામી સંપતિ ધ પ્રોહીબીશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેકશન એક્ટ 1988 ની જોગવાઇઓ નજર સમક્ષ રાખી સરકારી અધિકારીઓ કર્મચારીઓ દ્વારા અન્ય વ્યક્તિઓ અને સગા સબંધી મિત્રોના નામે સ્થાવર જંગમ મિલ્કતમાં રોકાણ બાબતે વધુ માં વધુ કેસો શોધી કાઢવાની કવાયત હાથ ધરવામાં આવેલ છે રાજેન્દ્રભાઇ ઉર્ફે રાજુભાઇ જીવકુભાઇ શેખવા ઉર્ફે જીવાભાઇ શેખવાએ રાજ્ય સેવક તરીકે અપ્રમાણીક રીતે ગેરકાયદેસરની રીત રસમોથી કરોડો રૂપીયાની જમીનો મિલ્કતો અને સાધનો પોતાના તેમજ પોતાના પરિવારજનોના નામે ખરીદ કરેલ હોવા અંગેની પ્રાથમિક માહિતી અને દસ્તાવેજો બાબતે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય તરફથી એસીબીને પુરી પાડવામાં આવેલ છે પોલીસ અધિક્ષક શ્રી રાય સાથે સંયક્ત રીતે સંકલનમાં રહી પ્રાથમિક તપાસ મદદનીશ નિયામક બી.એલ. દેસાઇ જુનાગઢ એસીબીએ છેલ્લા 2 મહિનાથી હાથ ધરેલ હતી. ગુજરાતમાં સૌ પ્રથમ વખત પોલીસ અધિક્ષક અમરેલીએ પોતાના જિલ્લામાં પકડાયેલ આરોપીની પાસે અપ્રમાણસર મિલ્કત હોવાનું જણાતા તેઓએ આરોપી વિશે એસીબીને રિપોર્ટ કરેલો તે આધારે ગુનો એસીબી દ્વારા શોધવામાં આવેલ છે પ્રાથમિક તપાસ દરમિયાન આક્ષેપીત રાજેન્દ્રભાઇ ઉર્ફે રાજુભાઇ જીવકુભાઇ ઉર્ફે જીવાભાઇ શેખવા તથા તેમના પરિવારના સભ્યોના મિલ્કત સબંધી દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીઓથી દસ્તાવેજી માહિતી મેળવવામાં આવેલ અને તેમના નાણાકીય વ્યવહારો અંગેનુ વિશ્ર્લેષણ એસીબીના નાણાકીય સલાહકાર અને ચાર્ટડ એકાઉન્ટન્ટ દ્વારા કરવામાં આવેલ તે તપાસ સંદર્ભે મેળવેલ દસ્તાવેજી અને સ્ટેટમેન્ટની માહિતીઓ બાબતે આક્ષેપીત અને તેમના પરિવારના સભ્યને રોકાણ અને ખર્ચના કાયદેસરની જાહેર કરેલ આવકના સ્ત્રોત અંગે તપાસ કરવામાં આવેલ છે. જેમાં રૂા. 93 લાખ 41 હજાર 681 રૂપીયાની મિલ્કત જે 74.13 ટકા જેટલી વધુ મિલ્કતો અને ખર્ચ કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલીત થયેલ છે. રાજેન્દ્રભાઇ ઉર્ફે રાજુભાઇ શેખવા મામલતદાર કચેરી લીલીયાએ 2005 થી 2012 સુધીના સમયગાળા દરમિયાન પોતાની સરકારી રાજ્ય સેવક તરીકેની કાયદેસરની આવકના સ્ત્રોતમાં થયેલ આવકમાં અને તપાસ દરમિયાન જણાવેલ કાયદેસરની આવકના પ્રમાણમાં રૂા. 93,41,681 થાય છે જે 74.13 ટકા રોકાણ ખર્ચ થયેલ હોવાનું આવકની તુલનાએ અપ્રમાણસર હોવાનું તપાસ દરમિયાન જણાયેલ છે. રાજુભાઇ શેખવાએ 2005 થી 2012 સુધીમાં જાહેર સેવક તરીકે ઇરાદા પુર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે નાણા મેળવી અને મેળવેલ નાણાનો પરિવાર સબંધીઓના નામે રોકાણ કરી કાયદેસરની આવકના પ્રમાણમાં અપ્રમાણસરની મિલ્કત વસાવેલ હોવાનું જણાઇ આવેલ છે. આ બાબતે પ્રાથમિક તપાસ કરનાર અધિકારી એસીબી મદદનીશ નિયામક જુનાગઢના બી.એલ. દેસાઇએ તપાસના અંતે સરકાર તરફે ફરીયાદી બની રાજેન્દ્રભાઇ ઉર્ફે રાજુભાઇ શેખવા વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (સુધારા સને.2018) ની કલમ 13(1) (બી) તથા 13(2) મુજબનો ગુનો અમરેલી એસીબી પોલીસ સ્ટેશને દાખલ કરાવેલ છે આ ગુનાની વધુ તપાસ ભાવનગર એસીબીના પીઆઇ ડી.કે.વાઘેલાને સોંપવામાં આવેલ છે કેસ અંગે તથા અન્ય કોઇ મિલ્કતો બેનામી મિલ્કતો વસાવવામાં આવેલ છે તેવા શખ્સોની સચોટ અને વિગતે માહિતી તથા તેમની મિલ્કતો બંગલા વાહન અંગેના ફોટોગ્રાફ મેળવી એસીબી કચેરીના ફોન નં. 07922869228 ફેક્સ નં. 07922866722 ઇ મેઇલ () વોટસએપ નં. 90999 11055 ટોલ ફ્રી નં. 1064 અથવા રૂબરૂ લાંચ રૂશ્વર વિરોધી બ્યુરો અમદાવાદની કચેરીનો વર્તમાન ગાઇડલાઇન મુજબ સંપર્ક કરી અને માહિતી સીડી અથવા પેનડ્રાઇવમાં મોકલવા નાગરીકોન આહવાન કરવામાં આવેલ છે.