વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલ પાકા કામના કેદીને સાજીયાવદરથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ

અમરેલી, પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. હરેશભાઇ વાણીયા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા પો.કોન્સ. ધવલભાઇ મકવાણા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે અમરેલી જીલ્લા જેલ ના પાકા કામના કેદી જીતુભાઇ કરશનભાઇ પરમાર રહે.સાજીયાવદર તા.જી.અમરેલી વાળો તા.22/08/2021 ના રોજ અમરેલી તાલુકાના સાજીયાવદર ગામેથી મળી આવતાં પાકા કામના કેદીને કોરોના વાયરસ સબબ ટેસ્ટ કરાવવી અમરેલી જીલ્લા જેલ માં કેદ રહેવા સોંપવા તજવીજ કરવામાં આવી.ને અમરેલી માંથી પકડી પાડેલ.આરોપી વિરૂધ્ધ આજથી છ વર્ષ પહેલા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર તથા લુંટનો ગુન્હો દાખલ થયેલ હતો તથા અન્ય અમરેલી તાલુકા વિસ્તારમાં મારામારી તથા પ્રોહિબિશનના ગુન્હાઓ દાખલ થયેલ આમ મજકુર કેદી ગુન્હાહિત ઇતિહાસ ધરાવતો હોય અને મજકુર કેદી અમરેલી જીલ્લા જેલ સજા ભોગવતો હોય અને હાલ વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ સબબ નામદાર કોર્ટ અમરેલી નાઓ દ્રારા વચગાળાના જામીન રજા પર તા.19/08/2021 ના રોજ દિન-90 માટે પાકા કામના કેદીને મુકત કરવામાં આવેલ અને પાકા કામના કેદીને તા.18/08/2021 ના અમરેલી જીલ્લા જેલમાં ખાતે હાજર થવાનું હોય પરંતુ મજકુર પાકા કામનો કેદી તા.17/08/2021 થી ફરાર થયેલ.