વડગામના 8 વ્યક્તિ ચારનાળા પાસે કોઝવેમાં ફસાતા તંત્ર દોડી ગયું

  • રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ગઈકાલે પાંચ ઇંચ વરસાદ પડ્યો

રાજુલા,
રાજુલા તાલુકાના વડગામ એ કોઝવે નું પાણી અને નદીનું પાણી માં ફસાઈ જતા આ અંગેની જાણ ગામના આગેવાન પીઠું ભાઇ બોરીચા એ માજી ધારાસભ્ય શ્રી હિરાભાઇ સોલંકી ને કરતાં શ્રી સોલંકીએ પ્રાંત અધિકારી શ્રી એસ.કે ડાભી મામલતદાર શ્રી ગઢીયા વડગામ માં એ સ્થળ પર દોડી ગયા હતા તાત્કાલિક તમામ લોકોને સલામત સ્થળે ખસેડ્યા ની વ્યવસ્થા કરી હતી અને મોસમનો ફુલ વરસાદ 30 ઇંચ જેટલો વરસાદ પડી જતા જગતનો તાત ખુશખુશાલ આવશે ત્યારે નાગેશ્રી દુધાળા થી મીઠાપુર વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાકને ભારે નુકસાન થયા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું વડ ધારાનાં નેશ તથા ઊછયા છતડીયા સોતરા નાગેશ્રી વિસ્તારમાં બાગાયતી કલમો અને નારિયેળી ના રોપા લીંબડી કેળ ભારે નુકસાન થયું છે જાફરાબાદ તાલુકાના નાગેશ્રી હેમાળ વડલી લુણસાપુર વઢેરા સહિતના ગ્રામ્ય તળાવો છલકાઇ ગયા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ સોતરા કંથારીયા નવી બારપટોળી ભયંકર બિસ્માર થઈ ગયો છે તેવી જ રીતે એભલવડ હેમાળ તેમજ માણસા ટીંબી તેમજ સાકરીયા કડીયાળી તેમજ આગરીયા વાવડી સહિતના રોડ ને ભારે નુકસાન થયા હોવાના સત્તાવાર અહેવાલ મળે છે . રસ્તા ના હિસાબે વાહનચાલકો હેરાન-પરેશાન થઇ ગયા છે આ વરસાદથી ખેડૂતો ખુશ જોવા મળે છે તેમજ રાજુલા થી ચારનાળા નેશનલ હાઇવેનું સુધીનો રસ્તો સંપૂર્ણ ધોવાઇ ગયો છે વાહનચાલકો ક કોડી સ્થિતિમાં મૂકાઈ ગયા છે 10 કિલોમીટર રસ્તો કાપતા એક કલાક થાય છે નેશનલ હાઈવેના અધિકારીઓ તાત્કાલિક મત કરાવવો જોઈએ.