વડલીમાં પ્રવેશદ્વાર બનાવતા મનુભાઇ – ધીરૂભાઇ ધાખડા

  • તુલસીશ્યામના ટ્રસ્ટી સ્વ.દડુભાઇ ધાખડાની કાયમી સ્મૃતિ માટે
  • વડલી ગામમાં આકર્ષણનું કેન્દ્ર એવો મેઇન ગેઇટ લાખોના ખર્ચે બનાવ્યો

રાજુલા,
રાજુલા તાલુકાના વડલી ગામ ના તુલસીશ્યામના ટ્રસ્ટીશ્રી. અને ગામ આગેવાન સ્વર્ગસ્થ દડુભાઇ ધાખડા કાયમી સંભારણા માટે શ્રી દાન મહારાજ ની અસીમ કૃપાથી ધાખડા પરિવાર પરિવાર કાયમી સંભારણા માટે લોકોને ઉપયોગી ભગીરથ કાર્ય કર્યું અને વડલી ગામનું આકર્ષિત કેન્દ્ર બનાવ્યું લાખો રૂપિયાના ખર્ચે ભગીરથ કાર્ય કરવાનો સંકલ્પ તેમના પુત્ર શ્રી મનુભાઇ ધાખડા તથા ધીરુભાઈ ધાખડા ના પરિવારે કર્યો હતો ભાજપના અગ્રણી અને સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર શ્રી મનુભાઈ ધાખડા દ્વારા સ્વર્ગ દડુ બાપુ વીરાભાઇ ધાખડા નામ નો ગેટ નું પ્રવેશ દ્વાર વડલી ગામ માં બનાવ્યું હતું આજે પોતાના સ્વખર્ચે શે બનાવવામાં આવતા વડલી ગામ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ ભગીરથ કાર્ય ટૂંક સમયમાં પૂર્ણતાને આરે થશે સરકાર ભલે ની ગ્રાન્ટ ફાળવી અને ગમે એ યોજનાઓ બનાવે તે યોજનાઓ ઝડપભેર સાકાર થતી નથી પરંતુ મનુભાઇ ધાખડા ને તો આ યોજના પોતાના ખર્ચે ત્રણ માસમાં જ સાર્થક કરી પરંતુ અહીં તો જાણીતા ઉદ્યોગપતિ શ્રી મનુભાઇ ધાખડા દ્વારા પોતાના ખર્ચે કલાત્મક ગેટ બનાવતા વડલી ગામ માં આવતા લોકોને આવન-જાવન કરતા લોકો જોઈ અને આનંદ અનુભવી રહ્યા છે રાજુલા તાલુકામાં સૌપ્રથમ આવો આધુનિક ગેટ રાજુલાના પથ્થર દ્વારા બનાવવામાં વડલી ગામ પ્રથમ છે આમ દરેક ગામમાં આવા દાનવીરો હોય તો ગામડાની સિકલ બદલી જાય છે આજે રાજુલા તાલુકામાં પ્રથમ ગેટ મજાદર કાગધામ ગામે બન્યો અને બીજા નંબર નો ગેટ વડલી ગામે બન્યો છે સૌપ્રથમ વખત મનુભાઇ ધાખડા પરિવાર દ્વારા રાજુલા તાલુકામાં આ પ્રથમ પહેલ ધાખડા પરિવારે કરી છે અને ગેટ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને વડલી ગામનો એ ગેટ તૈયાર કરનાર શ્રી મનુભાઇ ધાખડા નો આભાર વ્યક્ત કર્યો હતો લાખો રૂપિયાના ખર્ચે ગેટ તૈયાર કરનાર શ્રી મનુભાઇ ધાખડા નો રાજુલા પંથકના અગ્રણીઓ આહિર સમાજના આગેવાન ઘુસાભાઇ જીંજાળા તથા માજી સરપંચ શ્રી રાણી ભાઈ તથા શ્રી રવુ ભાઈ ખુમાણ યાર્ડના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પટેલ ચેમ્બર પ્રમુખ શ્રી બકુલભાઈ વોરા તથા ધારાસભ્ય શ્રી હિરાભાઇ સોલંકી માજી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વલકુભાઈ બોસ માજી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હનુભાઈ ધાખડા શ્રી બાવકુભાઈ વાળા આભાર વ્યક્ત કર્યો હતો ભગીરથ સેવા કરતા કરનાર શ્રી મનુભાઈ પરિવારનો વડલી ગામનો આભાર વ્યક્ત કર્યો હતો.