વડાપ્રધાનમોદી ૨૮ નવેમ્બરે પૂણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે

  • વેક્સિન અંગે થઈ શકે છે મોટી જાહેરાત

    દેશમાં કોરોનાની વેક્સિન બનાવવા માટે ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે ૨૮ નવેમ્બરે પીએમ મોદી પૂણેના સીરમ ઈન્સ્ટિટ્યુટની મુલાકાત લેવાના છે.
    સિરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા હાલમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ બનાવેલી વેક્સિનની ત્રીજા સ્ટેજની ટ્રાયલનુ સંચાલન થઈ રહૃાુ છે.જોકે બીજા દેશોમાં આ વેક્સિનની ત્રીજી ટ્રાયલ ખતમ થઈ ગઈ છે અને બ્રિટનમાં તો વેક્સિન માટે સરકારની મંજૂરી માંગતો પ્રસ્તાવ મુકાયો છે.
    સિરમ ઈન્સ્ટિટ્યુટ દ્વારા પણ વેક્સિન પ્રોડક્શનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.જેથી ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી થયા બાદ વેક્સિનને લોકો માટે બજારમાં ઉતારી શકાય.કદૃાચ આ જ સંદર્ભમાં પીએમ મોદી ઈન્સ્ટિટ્યુટની મુલાકાત લઈને વૈજ્ઞાનિકોની સાથે ચર્ચા પણ કરવાના છે.
    આ દિૃવસે પીએમ મોદી કોરોનાની વેક્સિનને લઈને મોટી જાહેરાત પણ કરી શકે છે.પીએમ મોદીએ કોરોનાથી વધારે પ્રભાવિત હોય તેવા રાજ્યોના મુખ્યમંત્રી સાથે આજે બેઠક પણ યોજી હતી.દેશમાં કોરોનાના અત્યાર સુધી આવેલા કેસની સંખ્યા ૯૧ લાખને પાર થઈ ગઈ છે ત્યારે હવે લોકો પણ કોરોનાની વેક્સિનની રાહ જોઈ રહૃાા છે.