વડાપ્રધાન,રાષ્ટ્રપતિ,સીજેઆઇ સહિત ૧૦ હજાર ભારતીયો પર ચીન નજર રાખી રહૃાું છે

ચીન પોતાની ચાલબાજીઓને અંજામ આપવા માટે દરેક સંભવિત રણનીતિ અપનાવે છે જેના દ્વારા તે તેના છેતરપીંડીના પાયાને યથાવત રાખી શકે. એક નવા ઘટસ્ફોટથી બહાર આવ્યું છે કે ડ્રેગન ભારતમાં ૧૦,૦૦૦થી વધુ હસ્તીઓ અને સંગઠનો પર નજર રાખી રહૃાું છે. ચીનના શેનજેન સ્થિત આવેલી એક ટેક્નોલોજી કંપની ચીનની આ નાપાક હરકતને અંજામ આપી રહૃાું છે.
અહેવાલ મુજબ જેનહુઆ ડેટા ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીનો ચીની સરકાર અને ત્યાંની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે ગાઢ સંબંધ છે. ચીન તેને હાઇબ્રિડ વોરફેરનું નામ આપતું રહૃાું છે. ચીની કંપની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધી અને તેમના પરિવાર, પશ્ર્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને પંજાબના સીએમ અમિંરદર સિંહ, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, ઓરિસ્સાના સીએમ નવીન પટનાયક , મધ્યપ્રદૃેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ જેવા લોકો પર નજર રાખી રહૃાું છે. એટલું જ નહીં, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, રવિશંકર પ્રસાદ, નિર્મલા સીતારમણ, સ્મૃતિ ઈરાની અને પિયુષ ગોયલ પર પણ આ ચીની કંપની બાજ નજર રાખી રહૃાું છે. સીડીએસ બિપિન રાવત અને સેના, નૌસેના અને વાયુસેનાના કમ સે કમ ૧૫ પૂર્વ પ્રમુખો પર આ કંપની નજર રાખે છે. આ સિવાય ચીની કંપની ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શરદ બોબડે અને જસ્ટિસ એ.એમ.ખાનવિલકરથી લઇ લોકપાલ જસ્ટિસ પી.સી.ઘોષ અને કેગ જીસી મુર્મૂ પર આ ચીની કંપની નજર રાખે છે. કેટલાંય ટોચના ઉદ્યોગપતિઓ જેવાકે ભારત પે ના ફાઉન્ડર નિપુન મેહરા, અજય ત્રેહનથી લઇ ટોપ ઉદ્યોગપતિ રતન ટાટા અને ગૌતમ અદાણી સુધી છે.
ચીનની ચાલબાજી માત્ર અહીંથી અટકતી નથી પરંતુ તે રાજકારણીઓ સિવાય દરેક ક્ષેત્રના લોકો પર નજર રખાવી રહૃાા છે. તેમાં ઉચ્ચ પદો પર બેઠેલા અમલદારશાહીઓ, ન્યાયાધીશો, વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, પત્રકારો, કલાકારો અને રમતગમતની સાથે જોડાયેલી હસ્તીઓ સામેલ છે. આ સિવાય ડ્રેગનની નજર ધાર્મિક નેતાઓ અને કાર્યકરો પર પણ છે. એટલું જ નહીં ભ્રષ્ટાચાર, ક્રાઇમ, આતંકવાદ અને દાણચોરી જેવા મોટા આક્ષેપો કરનારા લોકો પર પણ ચીન નજર રાખી રહૃાું છે.
આપને જણાવી દઈએ કે અત્યારે ભારત અને ચીન વચ્ચે ન્છઝ્ર પર તણાવ ટોચ પર છે. બંને પક્ષોની સેનાઓ સામ-સામે છે. ભારતે અનેક વ્યૂહાત્મક સ્થળોએ તેની લીડ મજબૂત કરી છે. બીજી બાજુ જેનહુઆ કંપનીએ દાવો કર્યો છે કે તે ચીનની ગુપ્તચર એજન્સી, સેના અને સુરક્ષા એજન્સીઓ માટે કામ કરે છે. આ કંપનીએ એડવાન્સ ભાષા અને વર્ગીકરણ દ્વારા હજારો લોકો માટે ડેટા બનાવ્યો છે. કંપની તેને ઓવરસીઝ ઇન્ફોર્મેશન ડેટાબેસ બતાવે છે.