વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી માનવજાતનાં અસ્તિત્વ માટે લડી રહ્યાં છે : શ્રી જીતેન્દ્ર તળાવીયા

અમરેલી, જનતા કર્ફ્યુ અને સાવચેતી માટેની વડા પ્રધાન અને સરકારની સુચનાને અનુસરીયેકારણ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી માનવજાતનાં અસ્તિત્વ માટે આ લડાઇ હિંમત ભેર લડી રહ્યાં છે ત્યારે આપણે સૌ તેમનાં સૈનિક તરીકે જોડાઇ અને આવનારી પેઢીઓને પ્રેરણા મળે તેવી લડત આપીએ તેમ જાણીતા પર્યાવરણવીદ શ્રી જીતેન્દ્ર તળાવીયાએ જણાવ્યું છે.
શ્રી તળાવીયાએ જણાવયું છે કે, જનપદો ધ્વંશ પ્રકારની આ મહામારી કફનાં કારણે વધ્ાુ ફેલાય છે પણ તેની સામે પ્રકૃતિ પણ ટકી રહેવા માનવ જાતને સુક્ષ્મ સ્વરૂપે મદદ કરતી હોય છે. દા.ત. લીમડાની આરપારમાંથી પસાર થતી હવામાંથી આવા વાયરસોનો નાશ થઇ જતો હોય છે અને તેના કારણે જ લીમડો દરેક વાયરસ એટલે કે વિષાણુઓ સામે અજેય યોધ્ધા સમાન હોય છે. આવા સમયે તેનું પણ જતન કરી પ્રકૃતિને પણ મદદ કરીએ તેમ શ્રી તળાવીયાએ જણાવ્યું છે.