ગાંધીનગર,
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ત્રણ દિવસીય મુલાકાતનો પ્રારંભ થયો છે પીએમ મોદી તેમના ગૃહ રાજ્યમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમની ગુજરાત મુલાકાત દરમિયાન,પીએમ મોદી 19 એપ્રિલે જામનગરમાં ઉર્ૐં-ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના ભૂમિપૂજન સમારોહમાં હાજરી આપશે અને મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જગનાથ અને એપ્રિલે ગાંધીનગરમાં વૈશ્ર્વિક આયુષ રોકાણ અને નવીનતા સમિટમાં હાજરી આપશે. પીએમ મોદીએ આગમન બાદ ગાંધીનગરમાં શાળાઓના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી 19 એપ્રિલે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે 600 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલ નવું ડેરી સંકુલ અને બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ 19 એપ્રિલે સવારે 9.40 કલાકે રાષ્ટ્રને સમર્પિત કરશે. નવું ડેરી સંકુલ ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ છે. બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ ફ્રેન્ચ ફ્રાઈસ, પોટેટો ચિપ્સ, આલુ ટિક્કી, પેટીસ વગેરે જેવા પ્રોસેસ્ડ બટાકાની વિવિધ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરશે, જે અન્ય ઘણા દૃેશોમાં નિકાસ કરવામાં આવશે. આ દરમિયાન પીએમ મોદી બનાસ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ સામુદૃાયિક રેડિયો સ્ટેશનની સ્થાપના ખેડૂતોને કૃષિ અને પશુપાલન સંબંધિત મહત્ત્વની વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવા માટે કરવામાં આવી છે. ઉપરાંત, વડાપ્રધાન ગુજરાતના દૃામામાં સ્થાપિત થયેલ ઓર્ગેનિક ખાતર અને બાયોગેસ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ઉપરાંત ખીમાણા,રતનપુરા-ભીલડી, રાધનપુર અને થાવર ખાતે સ્થાપવામાં આવનાર ચાર 100 ટનના ગોબર ગેસ પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવશે. 19 એપ્રિલના રોજ, લગભગ 3.30 વાગ્યે, ઉર્ૐં જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (ય્ઝ્ર્સ્) નો શિલાન્યાસ કરશે. મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ અને વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (ઉર્ૐં)ના મહાનિર્દૃેશક ડો. ટેડ્રોસ ઘેબ્રેયસસ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. ય્ઝ્ર્સ્ એ વિશ્ર્વભરમાં પરંપરાગત દવા માટેનું પ્રથમ અને એકમાત્ર વૈશ્ર્વિક કેન્દ્ર હશે. તે વૈશ્ર્વિક સ્તરે આરોગ્યના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે ઉભરી આવશે. PM મોદી 20 એપ્રિલે ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સવારે 10:30 વાગ્યે આયોજિત ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે મોરેશિયસના વડાપ્રધાન અને ઉર્ૐંના મહાનિર્દૃેશક પણ હાજર રહેશે. ત્રણ દિવસીય સમિટમાં લગભગ 90 પ્રતિષ્ઠિત વક્તાઓ અને 100 પ્રદર્શકોની હાજરી સાથે 5 પૂર્ણ સત્રો, 8 રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, 6 વર્કશોપ અને 2 સેમિનાર જોવા મળશે.