વડાપ્રધાનશ્રી મોદીનાં જન્મ દિવસ નિમિત્તે  સેવા સપ્તાહ  ઉજવણી અંતર્ગત

  • આજે અમરેલીમાં વર્ચ્યુઅલ સંમેલન તેમજ ઈ-બુકનું લોંચિગ
  • આજે તા.19 સપ્ટેમ્બરને શનિવારનાં રોજ સાંજે પ:00 કલાકે કાર્યક્રમ યોજાશે

 

અમરેલી,

આજે તા.19 સપ્ટેમ્બરને શનિવારે સાંજે પ:00 કલાકે પ્રદેશ યુવા મોરચાનાં અધ્યક્ષ ડો.ૠત્વિજભાઈ પટેલની અધ્યક્ષતામાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જીવન યાત્રા સમર્પણ અને સેવાભાવ વિષય ઉપર અમરેલી જિલ્લા ભાજપનું ટેકનોલોજીના માધ્યમથી એપ્લીકેશન દ્રારા વર્ચ્યુઅલ સંમેલન યોજાશે. સાથો સાથ કોરોનાની મહામારીમાં જિલ્લા ભરમાં ભાજપનાં કાર્યકરો અને શુભેચ્છકો દ્રારા વિવિધ સેવાકીય કાર્યો તમામ મંડલોમાં કરવામાં આવ્યા છે.જેમાં જરૂરીયાત મંદોને ભોજન કીટ, ફુડ પેકેટની વ્યવસ્થા, રાશન કીટની વ્યવસ્થા, આ મહામારીથી બચવા માટે ફેસ ક્વરનું વિતરણ, માસ્કનું ઉત્પાદન તેમજ તેનું વિતરણ કોરોના વોરીયર્સ અગ્રીમ હરોળમાં કામકરતા ડોકટર, મેડીકલ સ્ટાફ, પેરા મેડીકલ સ્ટાફ, જિલ્લાનું પોલીસ તંત્ર, જિલ્લાનું વહીવટી તંત્ર, સફાઈ કર્મચારી જેવા ફરજ બજાવતા લોકોને સન્માનીત કરી તેઓનો ઉત્સાહ વધારવો, વૃધ્ધ અને અશક્ત લોકોને સંભાળ લેવી, જિલ્લામાં વસતા પરપ્રાંતિઓ-શ્રમિકોને તેમના વતન જવા માટે બસ અને ટ્રેન દ્રારા તેમને યોગ્ય સ્થાને પહોચાડવા, આ મહામારીનાં કપરા સમયમાં આર્થિક જરૂરીયાત માટે પ્રધાનમંત્રી રાહત ફંડ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં અનુદાન આપવા જેવી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થકી ભારતીય જનતા પાર્ટીનાં નાના મોટા સૌ કાર્યકરો સતત ગ્રામ્ય કક્ષાએ શહેર કક્ષાએ સતત ખડે પગે પ્રવૃતિશીલ રહયા છે. તેમણે કરેલી કામગીરીનાં દસ્તાવેજી કરણનાં ભાગ રૂપે પ્રદેશ ભાજપની સુચના અનુસાર જિલ્લા ભાજપની ઈ-બુક એટલે તમામ કાર્યકરોએ કરેલી વિવિધ સેવાકીય પ્રવૃતિઓને ખૂબ લાંબા સમય સુધી સાચવી શકાય અને જોઈ શકાય તે માટે ડીજીટલ પ્લેટફોર્મનાં માધ્યમ ઉપર આ ઈ-બુક બનાવવામાં આવી છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીનાં જન્મ દિવસ નિમિતે ઉજવાતા સેવા સપ્તાહ અંતર્ગત આજ રોજ જિલ્લાનાં કાર્યકરોની સેવાકીય પ્રવૃતિઓના દસ્તાવેજ સમાન ઈ-બુકનું લોંચિગ પણ થશે. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપનાં હોદેદારો, કારોબારી સભ્યશ્રીઓ, મંડલનાં પ્રમુખ, મહામંત્રી તેમજ કારોબારી સભ્યશ્રીઓ,સંસદ સભ્યશ્રી, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ જિલ્લા ભાજપનાં પ્રમુખશ્રીઓ, દરેક મોરચાનાં પ્રમુખ, મહામંત્રી, કારોબારી સભ્યશ્રીઓ, સહકારી આગેવાનશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલીકાનાં સભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીનાં સક્રિય કાર્યર્ક્તા અને શુભેચ્છકશ્રીઓ ને આ બેેઠકમાં ઉપસ્થિત રહેવા અને સમયસર જોડવવા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હીરેન હીરપરાએ જણાવેલ છે.