વડાપ્રધાને ’ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન’ લોન્ચ કર્યું

મજૂરોને રોજગાર આપવા માટે ૫૦ હજાર કરોડનો ખર્ચ કરાશે,અભિયાન ૧૨૫ દિૃવસનું હશે, જેને ૧૧૬ જિલ્લામાં ચલાવાશે, આનાથી ૨૫ હજારથી વધારે પ્રવાસી કામગારોને ફાયદૃો મળશે,વડાપ્રધાને લદ્દાખમાં શહિદૃ થયેલા જવાનોને યાદૃ કર્યા

 

ન્યુ દિૃલ્હી,વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની શરૂઆત કરી. આ યોજના ઉત્તપ્રદૃેશ, બિહાર, મધ્યપ્રદૃેશ,રાજસ્થાન,ઝારખંડ અન્ો ઓડિશા સહિત છ રાજ્યોના ૧૧૬ જિલ્લામાં ચાલશે. આ યોજનાને દૃેશના એ રાજ્યોના એ જિલ્લાઓમાં ચલાવાશે જ્યાં, પ્રવાસી મજૂરોની સંખ્યા ૨૫ હજારથી વધુ છે. આ યોજના મુજબ મજૂરોને ૧૨૫ દિૃવસનુ કામ મળશે. મજૂરોને રોજગાર આપવા માટે ૫૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
વર્ચુઅલ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની સાથે ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્ર િંસહ તોમર, ઉત્તર પ્રદૃેશના સીએમ યોગી આદિૃત્યનાથ, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, રાજ્સ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત, મધ્યપ્રદૃેસના સીએમ શિવરાજ િંસહ ચૌહાણ અને ઝારખંડના સીએમ હેમંત સોરેન સાથે ઓડિસાના સીએમ નવીન પટનાયકના પ્રતિનિધ પ્રતાપ જૈના હાજર રહૃાા હતા.
પીએમ મોદૃીએ લદ્દાખમાં શહીદૃ થયેલ જવાનોને યાદૃ કરતા કહૃાું કે,‘‘લદ્દાખમાં આપણા વીરોએ જે બલિદૃાન આપ્યું છે, આજે જ્યારે હું બિહારના લોકો સાથે વાત કરું છું ત્યારે હું એમ કહેવા માંગુ છું કે આ બહાદૃુરી બિહાર રેજિમેન્ટની છે. દૃરેક બિહારીને આનો ગર્વ થવો જોઈએ. જેમણે બલિદૃાન આપ્યું છે તેમને હું શ્રદ્ધાંજલિ આપું છું. હું તેમના પરિવારને ખાતરી આપવા માંગું છું કે આ દૃેશ તમારી સાથે છે. દૃેશ સૈન્યની સાથે છે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ પ્રવાસી મજૂરો સાથે પણ વીડિયો કોન્ફર્ન્સિંગના માધ્યમથી વાતચીત કરી. જ્યાં તેમણે તેવા પ્રવાસી મજૂર જે પાછા કામ પર બીજા રાજ્યોમાં જવા નથી માંગતા તેમને ગરીબ રોજગાર ગેરંટી યોજના હેઠળ મધમાખી પાલન જેવા રોજગાર માટે સૂચન કર્યું. અંતમાં પીએમ કહૃાું કે આ તમામ પ્રવાસી મજૂરો જોડે વાત કરીને રાહત અને સંતોષ મળ્યો છે. કોરોના મહામારી દૃરમિયાન જે જ્યાં હતો ત્યાં મદૃદૃ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમે પોતાના શ્રમિક ભાઇ-બહેનો માટે સ્પેશ્યલ ટ્રેનો ચલાવી છે. સાથે જ પીએમ કહૃાું કે કોરોના એટલો મોટો સંકટ છે કે આખી દૃુનિયા તેની સામે હલી ગઇ છે. પણ પ્રવાસી મજૂરો અને ગામના લોકોએ કોરોનાનો જે મક્કમતાથી મુલાબલો કર્યો છે તેણે શહેરોને ધણું શીખવ્યું છે.
વધુમાં પીએમ નરેન્દ્ર મોદૃીએ જણાવ્યું કે આજનો દિૃવસ ઐતિહાસિક છે. કારણ કે આજે ગરીબ કલ્યાણ માટે તેમના રોજગાર માટે મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હવે જે શ્રમિક પરિવારો પોતાના ગામે પરત ફર્યા છે તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે આ યોજના મદૃદૃરૂપ થશે. આ અભિયાનથી શ્રમિકો અને કારીગરોને પોતાના ઘરની પાસે જ કામ આપવામાં આવશે. જે લોકો હાલ મહેનતથી શહેરોને આગળ વધાર્યા હતા તે હવે પોતાના ગામ અને વિસ્તારને આગળ વધારવામાં મદૃદૃરૂપ થશે.
સાથે વડાપ્રધાને શ્રમિકોને કહૃાું કે સરકારનો પૂરો પ્રયાસ રહેશે કે કોરોના મહામારીના આ સમયમાં તમારે ગામમાં રહેતા કોઇ લોકોથી દૃેવું ના લેવું પડે. કોઇની આગળ હાથ ન ફેલાવવા પડે. અને ગરીબોના સ્વાભિમાનને સમજીએ છીએ. તેમણે કહૃાું તે તમે શ્રમેવ જયતે એટલે કે શ્રમની પૂજા કરનાર લોકો છો. તમે કામ અને રોજગાર જોઇએ છે તો તમને મળશે.
આગળ વડાપ્રધાન મોદૃીએ કહૃાું કે ’ભારત ગામડાઓથી બનેલો દૃેશ છે ત્યારે બે તૃત્યાંશથી વધારે એટલે કે આશરે ૮૦ કરોડ જનતા ગામડાઓમાં રહે છે ત્યારે આ સંખ્યા યુરોપના બધા દૃેશોની વસ્તીને ભેગી કરો તો તેનાથી પણ વધારે છે છતાં ભારતે કોરોના વાયરસને અસરકારક રીતે રોક્યો છે. ગ્રાઉન્ડ પર કામ કરતા લોકો જેમાં સરપંચ, આંગણવાડી વર્કર અને આશા વર્કર છે તે બધાએ ઉત્તમ કામગીરી કરી છે.

 

વડાપ્રધાને ગામડાની મહિલાને પૂછ્યુ, મારા માટે કોઈ ફરિયાદૃ છે તમને?
પીએમ મોદૃીએ સીતા નામની ગામડાની એક મહિલાને પૂછ્યુ હતુ કે, તમે કેટલુ ભણેલા છો.ત્યારે મહિલાએ કહૃાુ હતુ કે, હું ઈન્ટર સુધી ભણેલી છું.ઉલ્લેખનીય છે કે, આ મહિલા લોકડાઉનમાં દિૃલ્હીથી પોતાના પરિવાર સાથે પાછી ફરી હતી.
જેને લઈને પીએમ મોદૃીએ તેને પૂછ્યુ હતુ કે, માર માટે તમને કોઈ ફરિયાદૃ છે. પીએમના પૂછવા પર સીતાએ કહૃાુ હતુ કે, હું મધમાખીઓ પાળવાના વ્યવસાય માટે વિચારી રહૃાુ છે.