વડાપ્રધાને ગિરનાર રોપ-વે,કિસાન યોજના તથા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું

  • આ ત્રણેય પ્રોજેક્ટ શક્તિ,ભક્તિ અને સ્વાસ્થ્યનું પ્રતિક છે: મોદી
  • વડાપ્રધાન મોદીએ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વે, ૪૭૦ કરોડના ખર્ચે ૮૫૦ બેડ સાથે સજ્જ બાળકોની દયરોગ હોસ્પિટલ તથા કિસાન સૂર્યોદય યોજનાનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું
  • ગુજરાતના અનેક સ્થળોમાં દુનિયાના મોટા ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનવાની શક્યતા છે: મોદી
  • જૂનાગઢના ગિરનાર રોપવેની ૨.૩ કિલોમીટરની લંબાઈ, તળેટીથી અંબાજી સુધી ૮ મિનિટમાં પહોંચી શકાશે

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વે, ૪૭૦ કરોડ રૂપિયાના ખર્ચે ૮૫૦ બેડ સાથે સુસજ્જ થયેલી અમદાવાદની બાળકો માટે યુ.એન.મહેતા દયરોગ હૉસ્પિટલનું પણ વર્ચ્યૂઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખેડૂતોને દિવસે વીજળી આપવાની ‘કિસાન સૂર્યોદય યોજનાનું પણ લોન્ચિગ કરવામાં આવ્યું છે. આ લોકોર્પણમાં મુખ્યમંત્રી રૂપાણી જૂનાગઢથી તેમજ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અમદાવાદથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા.

ગુજરાતનાં ત્રણેય પ્રોજેક્ટનાં લોકાર્પણ સમયે પીએમ મોદીએ પોતાનું સંબોધન ગુજરાતીમાં શરૂ કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ શરૂમાં કહૃાું કે, નમસ્કાર, આપ સહુને નવરાત્રીનાં પાવન પર્વની અનેક અનેક શુભકામનાઓ. જે બાદ તેમણે કહૃાું કે, ગુજરાતના ભાઇઓ અને બહેનો માટે નવરાત્રીનાં પાવન પર્વમાં ત્રણ મોટા મહત્ત્વનાં પ્રોજેક્ટનું લોકાર્પણ થયું છે. આ ત્રણેય પ્રોજેક્ટ, શક્તિ, ભક્તિ અને સ્વાસ્થ્યનું પ્રતિક છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગિરનાર પર્વત પર હજારો પગથિયા ચઢીને ઉપર જાય છે તેને અદભૂત શાંતિનો અનુભવ થાય છે. આ રોપવેથી બધાને દર્શનનો લાભ મળશે. રોપવેથી અહીં વધુમાં વધુ પ્રવાસીઓ આવશે. ગુજરાતમાં અનેક માતાજીનાં પ્રસિદ્ધ મંદિર છે જે ગુજરાતને આશીર્વાદ આપે છે. ગુજરાતમાં શક્તિનો વાસ છે. તેમણે દ્વારકા પાસેના શિવરાજ સમુદ્રનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તેને બ્લૂ લેગ સર્ચિફિકેટ મળ્યું છે. ગુજરાતમાં અનેક એવી જગ્યાઓ છે જ્યાં પ્રવાસન સ્થળ વિકસી શકે અને તેનાથી રોજગારી ઉભી થઇ શકે.

ગિરનાર રોપવે જૂનાગઢ ખાતે રાજ્યનો ચોથો રોપ-વે છે. જો પહેલાની સરકારે હાડકાં ન નાખ્યા હોત તો આ રોપ-વેનો લાભ ખૂબ પહેલાં જ થઈ ગયું હોત. જ્યારે રાષ્ટ્રને સુવિધા આપનારા પ્રોજેક્ટ આટલા લાંબા સમય સુધી અટકી રહૃાો ન હોત તો તો લોકોને ખૂબ પહેલાં આ સુવિધાઓ મળી ગઈ હોત. આ રોપવે આસ્થાનું કેન્દ્ર અને ટુરિઝમ છે.

દ્વારકા પાસે શિવરાજપુર બીચને બ્લ્યૂ લેગ બીચનું ટેગ મળ્યું છે. આવુ થવાથી મુસાફરો આવશે, સાથે રોજગારના નવા અવસર મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી મોટું ટુરિસ્ટ એટ્રેક્શન બની ગયું છે. કોરોના પહેલા ૪૫ લાખથી વધુ લોકો યુનિટી નિહાળી ચૂક્યા છે. અમદાવાદમાં એક સમયે કાંકરિયા લેકથી કોઈ પસાર થતુ ન હતું. આજે રિનોવેશન બાદ વાર્ષિક ૭૫ લાખ લોકો કાંકરિયાની મુલાકાત લે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાત હંમેશાથી અસાધારણ સામર્થ્યવાળા લોકોની ભૂમિ રહી છે.  તેમણે સર્વોદય યોજના અંગે જણાવ્યું કે, ખેડૂતોને રાતની જગ્યાએ સવારે વીજળી મળશે તો નવી સવાર થશે. હું ગુજરાત સરકારને પણ શુભેચ્છા આ માટે આપું છું. ખેડૂતો સૌર ઉર્જાનો ઉપયોગ કરીને પોતાના વપરાશ પણ કરી શકશે અને તેમાથી વધેલી વિજળી વેચી પણ શકશે. દેશભરમાં આશરે સાડા સત્તર લાખ ખેડૂતોને આની મદદ આપવામાં આવી રહી છે. ગુજરાતમાં સિંચાઇ અને પાણીના ક્ષેત્રમાં સારુ કામ કર્યુ છે. ખેડૂતને વધારે વીજળી મળે ત્યારે તેણે પાણી બચાવવા પર પણ જોર આપવાનું રહેશે.

આગામી દિવસોમાં ૧૦૦૦ થી વધુ ગામમાં આ યોજના લાગુ થઈ જશે. જ્યાં મોટાભાગના આદિવાસી વિસ્તાર છે. આ યોજના ખેડૂતોની િંજદગીની ધરમૂળથી બદલી દેશે. દેશનું એગ્રિકલ્ચર સેક્ટર મજબૂત થાય, ખેડૂતને ખેતીમાં મુશ્કેલી ન થાય તે માટે નવી નવી પહેલ કરવામાં આવી રહી છે.

યુએન મહેતા હોસ્પિટલ વિશે કહૃાું કે, હાર્ટની હોસ્પિટલ દેશભરના લોકો માટે મોટી સુવિધા છે. બે દાયકામાં ગુજરાતે આરોગ્ય ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામ કર્યું છે. મેડિકલ કોલેજ, હેલ્થ સેન્ટર, ગામને સુવિધા આપવાનું મોટું કામ કર્યું છે. દેશમાં પણ હવે સ્વાસ્થય સેવા યોજના શરૂ થઈ છે, તેનો લાભ પણ ગુજરાતને મળી રહૃાો છે. જેનરિક સ્ટોર ગુજરાતમાં ખૂલ્યા છે. તેમાંથી ૧૦૦ કરોડની બચત ગુજરાતના સામાન્ય દર્દીઓને મળી છે.

* ગિરનાર રોપ વેની વિશેષતાઓ
* ગીરનાર રોપવે પ્રોજેક્ટ ભવનાથ તળેટીથી લઈને અંબાજી મંદિર સુધી ૨.૩ કિમી લાંબો છે.
* કુલ ૯ ટાવર ઉભા કરાયા છે. સૌથી ઊંચા ટાવરની ઉંચાઈ ૬૭ મીટર છે.
* ૨૫ ટ્રોલીમાં રોજ ૮,૦૦૦ મુસાફરોને રોજ આવનજાવન કરાવી શકશે
* આ રોપ-વે એશિયાનો સૌથી મોટો રોવ-વે પ્રોજેક્ટ છે, જ્યારે વિશ્વનો સૌથી મોટો ટેમ્પલ રોપ-વે પ્રોજેક્ટ છે
* રોપ-વે પીપીપી મોડલથી બન્યો છે જેનો કુલ ખર્ચ ૧૩૦ કરોડ છે.