વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઆ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ શુભેચ્છાઓ પાઠવી

ગાંધીનગરમાં મુખ્યમંત્રીની શપથવિધિ પહેલાં ભૂપેન્દ્ર પટેલના સમર્થકો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં રાજભવન ખાતે પહોંચ્યા હતાં. ભાજપના ઝંડા સાથે કાર્યકરો અને સમર્થકોએ નારા લગાવ્યા હતા. મુખ્યમંત્રીની શપથવિધિ આજે બપોરે ૨.૩૦ વાગ્યે યોજાશે. રાજભવન પાસે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ જાહેરાત થતાં જ સ્થાનિક લોકો અને કાર્યકરોમાં ખૂબ જ આનંદની લાગણી ફેલાઇ છે. શપથ સમારોહમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો પણ પહોંચી ગયા છે. પત્ની, પુત્ર, પુત્રવધૂ,પૌત્રી,પુત્રી અને અન્ય પરિવારના સભ્યો પ્રથમ હરોળમાં બેઠા હતાં. નીતિન પટેલ તથા ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યાં હતાં. શપથવિધિ વેળાએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજિંસહ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ, ભારત સરકારના ગૃહ અને સહકાર વિભાગના કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી નરેન્દ્રિંસહ તોમર, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, કોલસા-ખાણ અને સંસદીય કાર્ય વિભાગના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષી, મત્યપાલન-પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા, કેન્દ્રીય આયુષ વિભાગના રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરા, રેલવે વિભાગના રાજ્યમંત્રી દર્શના જરદોશ ઉપસ્થિત રહૃાા હતા. તે સિવાય ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની દિૃકરી અનારબેન પટેલ પણ શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહૃાાં હતાં.ભૂપેન્દ્ર પટેલની સાંજે મુખ્યમંત્રીની જાહેરાત થતાં જ રાતોરાત ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં નવા મુખ્યમંત્રી તરીકે તેમને અભિનંદન આપતાં પોસ્ટરો લાગી ગયાં હતાં. સ્થાનિક મંડળો અને ઘાટલોડિયા વિધાનસભા તરફથી ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને અભિનંદન આપતાં પોસ્ટરો ઠેરઠેર જોવા મળ્યાં હતાં. ઘાટલોડિયામાં કે.કે નગર પાટીદાર ચોક, પ્રભાત ચોક, ઘાટલોડિયા ગામ, મેમનગર, સીપી નગર, ગુરુકુલ, નારણપુરા વગેરે જગ્યાએ ૧૦૦થી વધુ અભિનંદનનાં પોસ્ટરો મારવામાં આવ્યાં છે. નીતિન પટેલે કહૃાું હતું કે હું ભૂપેન્દ્ર પટેલની સાથે છું, તેઓ મારા જૂના અને નજીકના મિત્ર છે. સામાજિક રીતે પણ અમે નજીક છીએ. તેમને જરૂર પડશે ત્યારે ચોક્કસ માર્ગદર્શન આપીશ. આજના શપથગ્રહણ સમારંભમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજિંસહ ચૌહાણ સહિત, કર્ણાટક, ગોવા અને આસામના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. શપથવિધિ બાદ મહત્ત્વની બેઠક મળશે, જેમાં મંત્રીમંડળને લઈને ચર્ચાઓ કરાશે. નીતિન પટેલ બાદ તેમણે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે પણ મુલાકાત કરી હતી. ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસર પામેલાં ૩ ગામોના અને પાણીમાં ફસાયેલા ૩૫ જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એરલિટ કરવાની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે. રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યા બાદ તેઓ અડાલજ સ્થિતિ દાદા ભગવાનના મંદિૃર પહોંચ્યા હતા અને દર્શન કર્યાં હતાં. આ અગાઉ નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ કમલમથી જ સરકારી ગાડીમાં બેસીને રાજભવન પહોંચ્યા હતા. ગાડીમાં આગળ ભૂપેન્દ્ર પટેલ પાછળ સીઆર પાટીલ બેઠા હતા. કમલમથી જ નવા મુખ્યમંત્રીને સરકારી ગાડીનો કાફલો મળી ગયો હતો. આ પ્રસંગે રૂપાણી ઉપરાંત પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો ભૂપેન્દ્ર યાદવ, નરેન્દ્રિંસહ તોમર, પ્રહલાદ જોશી તેમજ ભાજપના પ્રદેશ અગ્રણીઓ, સાંસદો વગેરે પણ ઉપસ્થિત રહૃાા હતા. ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા બાદ સીધા જ ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતાં. જ્યાં તેમણે તાત્કાલિક સૌરાષ્ટ્રમાં વરસાદના કારણે ઉદભવેલી સ્થિતિની સમીક્ષા કરવા માટે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. તેમણે શપથ લીધા પહેલાં જ જામનગરની સ્થિતિ અંગે કલેક્ટરને સૂચનાઓ આપી હતી. ભૂપેન્દ્ર પટેલ આજે મુખ્યમંત્રી તરીકે ૨.૨૦ મિનિટે સમયસર શપથ ગ્રહણ કર્યા છે. શપથ લીધા બાદ તરત ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા હતા. શપથવિધિ દરમિયાન વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના પૂર્વ મંત્રીઓ હાજર રહૃાા હતા. એ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલનો પરિવાર પણ ઉપસ્થિત રહૃાો હતો.