વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબા100 વર્ષનું નિરોગી જીવન જીવી પંચમહાભૂતમાં વિલીન

કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી હીરાબાએ છેલ્લો ગુરુમંત્ર મોદીને આપ્યો

અમરેલી,
વડાપ્રધાન મોદીના માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન થઇ ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વષની વયે નિધન થયું છે. નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ પંકજભાઇ ના ઘરે પહોંચી ગયા હતા. તેમણે તેમનાં અંતિમ દર્શન કર્યા અને ત્યાર બાદ અંતિમસંસ્કાર માટે લઇ જવાયાં હતા. મોદી પરિવારે હીરાબાના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવા કહ્યું હતું.